કંપનીમાં કામ કરતા કર્મચારીએ જણાવ્યું હતું કે, ‘મારી નજર સામે જ પ્રચંડ બ્લાસ્ટ થયો, બ્લાસ્ટ થતાં જ કેટલાક લોકો હવામાં ઉછળ્યા, ખુબ ભયનજક દ્રશ્યો મેં જોયા હતા’
Visit Saurashtra Kranti Homepage here
ઘોઘંબાના રણજિતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPI-1 પ્લાન્ટમાં આજે વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. કંપની અને આજુબાજુના વિસ્તારોમાં અફરાતરફીનો માહોલ સર્જાયો છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 3 કામદારોના મોત થયા છે અને જાનહાનિ હજી વધી શકે છે.
આગ બાદ બ્લાસ્ટની ઘટનામાં મોટી સંખ્યામાં કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ભયાનક ઘટનામાં મોટી સંખ્યામાં મોતની આશંકા સેવાઇ રહી છે. ઇજાગ્રસ્તોને હાલોલની ખાનગી અને રેફરલ હોસ્પિટલમાં લવાઇ રહ્યા છે.
સદભાગ્યે ગેસનાં ટેન્કરો લીક થયાં નથી અને ફાયરબ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. સાવચેતીના ભાગરૂપે રણજિતનગરની આસપાસના રસ્તાઓ બ્લોક કરી દેવાયા છે. ઘટનાને જોતાં મૃત્યુઆંક મોટો હોવાની વાતને નકારી શકાય નહીં.
GFL કંપનીમાં કામ કરતા કર્મચારી વિરલ પરમારે જણાવ્યું હતું કે, હું GFL કંપનીમાં નોકરી કરૂ છું. કંપનીમાં બ્લાસ્ટ થતાં જ કેટલાક લોકો હવામાં ઉછળ્યા હતા. 4 લોકોના મોત થયા છે. 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મે મારી નજર સામે આ ઘટના જોઇ છે.
Read About Weather here
કંપનીમાં દોડધામ કરી મુકી હતી. કંપનીના ગેટ પણ ખોલતા નહોતા અને બહાર જવા દેવામાં આવતા નહોતા. ખુબ ભયનજક દ્રશ્યો મેં જોયા છે. હું ગભરાઇ ગયો હતો અને 10 મિનિટ સુધી મને કંઇ ખબર જ નહોતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here