પ્રચંડ જળતાંડવથી મહાનગરી મુંબઇ ખેદાન-મેદાન : 32નાં મોત

પ્રચંડ જળતાંડવથી મહાનગરી મુંબઇ ખેદાન-મેદાન : 32નાં મોત
પ્રચંડ જળતાંડવથી મહાનગરી મુંબઇ ખેદાન-મેદાન : 32નાં મોત

મૃતકોના પરીજનો માટે રૂ.5-5 લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે
ઠેર-ઠેર ભૂ-પ્રપાત દિવાલો ધસી પડી, હજુ જળ બંબાકાર, રેડ એલર્ટ જાહેર

મહાનગર મુંબઇને ધમરોળી નાખનાર પ્રચંડ અને ભાયનક વર્ષા તાંડવને પગલે પુર, ભૂસ્ખલ જેવી ર્દુઘટનાઓ ઠેકઠેકાણે બનતા બે દિવસમાં કુલ 32 લોકોના મૃત્યુ થયા છે અને 8થી વધુ ઘાયલ થયા છે.

Subscribe Saurashtra Kranti here

રવિવારે સમગ્ર મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં તોફાની વરસાદ થતા ઠેરઠેર અનેક ઇમારતોની દિવાલો ધસી પડી હતી. ચારે તફર જળબંબાકાર સર્જાયો હતો જે હજી યથાવત છે.

આજે સવારથી પણ ફરી ધોધમાર વરસાદ તુટી પડતા મુંબઇ નગરી પાણીનો ટાંકો બની ગઇ છે. મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ આજે તાકિદે કેબીનેટની બેઠક બોલાવી હતી અને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીએ જળતાંડવ પ્રેરીત ર્દુઘટનાઓમાં માર્યા ગયેલાના પરીવારો માટે રૂ.5-5 લાખની સહાય જાહેર કરી છે. તેમણે યુધ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી આગળ ધપાવવા આદેશ આપ્યો હતો. મુંબઇના ઘણાબધા વિસ્તારોમાં રવિવારથી વીજ પુરવઠો પણ ઠપ્પ થઇ જવા પામ્યો છે.

રવિવારે 6 કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે ભારે પવન અને મેઘ તાંડવથી અનેક વૃક્ષો ઉથલી પડયા હતા, રસ્તાઓ જળબંબાકાર થઇ ગયા હતા. હજુ પણ પરિસ્થિતિ ગંભીર છે, વાહનવ્યાવહાર ઠપ્પ થઇ જતા સતત દોડતું મહાનગર અટકી પડયું છે.

રેડ એલર્ટની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.સૌથી મોટી હોનારત ચેમ્બુરમાં સર્જાઇ હતી જયાં દિવાલ ઠસી પડી હોવાથી એક બાળક સહિત 19 લોકોનું દતાઇ જવાથીકરૂણ રીતે મૃત્યુ નિપજયુ હતું ચેમ્બુરમાં હજુ બચાવ કામગીરી ચાલી રહી છે.

વિક્રોલીમાં પ્રચંડ પુર આવતા સુર્ય નગરની પંચશિલ ચાલના અનેક કાચા મકાનો અને ઝુંપડા પાણીમાં ધોવાઇ ગયા હતા. બે મહિલા અને ત્રણ સગીર સહિત સાતના પુરમાં તણાઇ જવાથી મૃત્યુ થયું હોવાનું જાહેર થયું હતું.

મુંબઇના બીજા અનેક વિસ્તારોમાંથી લોકોને ખસેડીને સુરક્ષીત જગ્યાએ લઇ જવામાં આવ્યા છે. ડેન્જર ઝોન ગણાતા વિસ્તારમાંથી 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમ મ્યુ.કમિશનર આઇ.એસ.ચહલે જણાવ્યું હતું.

મહાનગરના પશ્ર્ચીમ વિસ્તારો કાંદીવાલી, બોરીવાલી, દહીસર, સંજય ગાંધી નેશનલ પાર્ક હજુ જળ બંબાકાર છે. શત્રપત્તી શીવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરર્પોટ થોડા સમય માટે બંધ કરાયું છે.

મહાનગરમાં હજુ વાહન વ્યવાહાર ઠપ્પ છે અનેક રસ્તાઓ પર પાણી હજુ ભરાયેલા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. ભાંડુપમાં એક 16 વર્ષના કીશોર સોહમ થોરાટનું મકાન ધસી પડવાથી મૃત્યુ થયુંહતું.

Read About Weather here

જયારે અંધેરી વેસ્ટમાં વીજ આંચકો લાગવાથી 26 વર્ષના મહોમ્મદ સલીમનું મૃત્યુ થયું હતું. ફાયર બ્રિગેડ અને મનપાની ટુકડીઓ રાતભર દોડતી રહી હતી અને હજુ ચારે તરફ રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રી ઠાકરે એ તમામ ઇજાગ્રસ્તોને સરકાર તરફથી મફત સારવાર આપવાની સુચના આપી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here