પ્યાર કી કોઈ ઉમ્ર નહિ હોતી…!

પ્યાર કી કોઈ ઉમ્ર નહિ હોતી...!
પ્યાર કી કોઈ ઉમ્ર નહિ હોતી...!

દુલ્હાની ઉંમર 36 જ્યારે દુલ્હનની 82 વર્ષ…!

બ્રિટનનું આ કપલ લગ્ન કરી ચૂક્યું છે. લગ્ન બાદ પહેલીવાર આ કપલ એક સાથે ટીવી સ્ટુડિયોમાં ઈન્ટરવ્યું આપવા પહોચ્યું હતું. અહીં તેમણે પોતાની સેક્સ લાઈફ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા.

Visit Saurashtra Kranti Homepage here

બ્રિટનનું આ એક કપલ હાલ દુનિયાભરમાં ખુબ ચર્ચામાં આવી ગયું છે. વાત જાણે એમ છે કે આ કપલની ઉંમરમાં 45 વર્ષનું અંતર છે. દુલ્હાની ઉંમર 36 વર્ષની છે જ્યારે દુલ્હનની ઉંમર 82 વર્ષની છે.

ઈજિપ્તના 36 વર્ષના મોહમ્મદે 82 વર્ષની આઈરિસ સાથે લગ્ન કર્યા છે. જ્યારે આ કપલ એક સાથે ટીવી સ્ટુડિયો પહોંચ્યું તો આ  બંનેએ પોતાના એજ ગેપરિયુનિયન તથા સેક્સ લાઈફ વિશે મજેદાર ખુલાસા કર્યા.

પોતાની સેક્સ લાઈફ વિશે આઈરિસ જણાવે છે કે તે મોહમ્મદ સાથે ખુબ ખુશ રહે છે. પહેલીવાર મોહમ્મદ સાથે સોફા પર બેઠેલી 82 વર્ષની આઈરિસ ખુબ જ રોમાંચિત જોવા મળી હતી.

અત્રે જણાવવાનું કે આ બંને ટીવી શોમાં અગાઉ પણ આવી ચૂક્યા છે. પરંતુ પહેલા વિઝા સંલગ્ન મુશ્કેલીઓના કારણે એકલા આવતા હતા. ગત મહિને જ મોહમ્મદ તેની પત્ની સાથે રહેવા માટે ઈજિપ્તથી આવી ગયો છે.

36 વર્ષના યુવકે 82 વર્ષની મહિલા સાથે કર્યા લગ્નઅત્રે જણાવવાનું કે 82 વર્ષની આઈરિસ પેન્શન મેળવે છે. આ જ કારણે લોકો મોહમ્મદના પ્રેમ પર સવાલ ઉઠાવતા રહે છે. બંનેની ઉંમરમાં 45 વર્ષનું અંતર છે.

આ એજ ગેપને લઈને કપલે ખુબ આલોચનાનો સામનો પણ કર્યો છે. આ આલોચના પર મોહમ્મદનું કહેવું છે કે આઈરિસને મેળવીને તે જાણે હવામાં ઉડી રહ્યો હોવાનું ફીલ કરે છે.

તેણે જણાવ્યું કે જ્યારે ગત મહિને ખબર પડી કે હું આઈરિસને મળવા જઈ રહ્યો છું તો રસ્તા પર જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. ત્યારે મને કેટલાક લોકો પાગલ સમજતા હતા. પરંતુ કોઈ એ નહતું સમજી શકતું કે આખરે હું મારી પત્નીને મળવા જઈ રહ્યો છું.

જ્યારે મોહમ્મદ બ્રિટન પહોંચ્યો તો બંનેએ એરપોર્ટ પર જ એક બીજાને ગળે લગાવ્યા હતા. જેના પર 82 વર્ષની આઈરિસ કહે છે કે તે પળ મારા માટે ખુબ જ ખાસ હતી. મોહમ્મદ જણાવે છે કે લોકો જ્યારે તેમના પ્રેમ અને રોમાંસ પર સવાલ ઉઠાવે છે

ત્યારે તે ખુબ દબાણ મહેસૂસ કરે છે. લોકો કહે છે કે આઈરિસ સાથે હું તેમના પૈસા માટે  છું. મોહમ્મદે કહ્યું કે એ વાત હું કોઈને સમજાવી શકતો નથી કે મારી પાસે કોઈ ચીજની કમી નથી. મે એમબીએ કર્યું છેસારું કમાઈ રહ્યો છુંહું એક અમીર વ્યક્તિ છું અને કાએરોમાં મારી પાસે એક બંગલો છે. હું આઈરિસ સાથે તેના પૈસા માટે નથી.

એક બીજા વગર જીવવાનું થયું હતું મુશ્કેલબીજી બાજુ મોહમ્મદ સાથે પહેલીવાર ઈન્ટરવ્યુ આપવા માટે આવેલી આઈરિસ ખુબ ખુશ જોવા મળી હતી. આ અગાઉ બંને ફોન પર જ વાત કરતા હતા. મોહમ્મદે ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું

કે લોકડાઉન અને વિઝા ન મળવાના કારણે બંનેને મળવામાં ખુબ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેણે કહ્યું કે અમારા માટે દૂર રહીને જીવવું મુશ્કેલ બન્યું હતું. ફોન પર વાત કરવી અને ગુડ નાઈટ કહેવું હવે બોરિંગ બન્યું હતું.

આઈરિસ કહે છે કે તે હંમેશાથી વાટ જોઈ રહી હતી કે આ દિવસ જલદી આવે. હવે તે ખુબ ખુશ છે. તે ક્યારેય ઘરમાં ગંદકી ફેલાવતો નથી અને તે ચા બનાવીને પીવડાવે છે. બંને હવે એક સાથે તેમની પહેલી ક્રિસમસ ઉજવવાનો પ્લાનિંગ કરી રહ્યા છે.

Read About Weather here

મોહમ્મદ કહે છે કે તે હંમેશા માટે આઈરિસ સાથે રહેવા અંગે વિચારી રહ્યો છે.આઈરિસે જણાવ્યું કે પ્રેમ એક એવી ચીજ છે જે બધાને જીતી લે છે. આઈરિસના જણાવ્યાં મુજબ મોહમ્મદ ખુબ જ સ્વચ્છતાવાળો વ્યક્તિ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here