પો.કમિશ્ર્નર મનોજ અગ્રવાલની સુરત બદલીના ભણકારા

39
રાજકોટ-કમિશ્ર્નર
રાજકોટ-કમિશ્ર્નર

Subscribe Saurashtra Kranti here

રાજકોટના પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ અગાઉ ગૃહ ખાતામાં પ્રીન્સીપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહયા હતા

અન્ય ત્રણ અધિકારીઓની પણ બદલીની સંભાવના, ગૃહ વિભાગ દ્વારા સાગમટે બદલીનો ઘાણવો તૈયાર : ત્રણ વર્ષનો કાર્યકાળ પુરો થયા પહેલા રાજકોટના ત્રણ આઇપીએસની બદલીની સંભાવના : સંખ્યાબધ અધિકારીઓ અને 200થી વધુ પીઆઇની આંતરીક બદલીઓનો ગમે ત્યારે હુકમ

રાજકોટના પોલીસ કમિશ્ર્નર સહિત ઓછામાં ઓછા 4 આઇપીએસ અધિકારીઓની બદલી થવાના ભણકારાવાગી રહયા છે. આઇપીએસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પીઆઇની આંતકરીક બદલીઓનો ઘાણવો તૈયાર થઇ ગયો હોવાનું અને ગમે ત્યારે ગૃહ વિભાગનો આદેશ બહાર પડવાની તૈયારી હોવાનું સરકારમાં બેઠેલા સુમાહિત ગાર સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિશ્ર્વસનીય સુત્રો જણાવે છે કે, રાજકોટના પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલને રાજયના મહત્વના મહાનગર સુરતમાં કમિશ્ર્નર તરીકે મુકવામાં આવે તેવી પુરી શકયતા દેખાઇ છે. રાજકોટમાં એમનો ત્રણ વર્ષનો નિર્ધારીત કાર્યકાળ પુરો થઇ રહયો હોય. ગમે ત્યારે એમની સુરત બદલી થવાનો હુકમ બહાર પડી શકે છે. સાગમટે બદલીનો ઘાણવો તૈયાર થઇ ગયો છે.

બસ જાહેરાત થવાની બાકી છે તેમ જાણવા મળ્યું છે. રાજકોટના પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ ઉપરાંત રાજકોટ ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસપી બલરામ મીણાની પણ બદલી થઇ રહી હોવાનો માહિતગાર સુત્રો જણાવે છે. કાર્યકાળ પુરો થઇ રહયો હોવાથી એમને અન્યત્ર મુકવાની ગૃહ ખાતાએ તૈયારી કરી દીધી છે.

આઇપીએસ અધિકારીઓ ઉપરાંત 200 જેટલા પોલીસ ઇન્સ્પેકટરની પણ આંતરીક બદલીઓ કરવાનો તખ્તો ગોઠવાઇ ગયો છે. એ વિશે પણ ટુંક સમયમાં જાહેરાત થવાનું સંભવ છે.

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અગાઉ ગૃહ ખાતામાં પ્રીન્સીપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહયા હતા.

ત્યાથી એમને રાજકોટના પોલીસ કમિશ્ર્નર તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો હતો. અગ્રવાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગુડ બુકમાં હોવાનું માનવમાં આવે છે. એટલે એમને સુરતનો હવાલો સોંપવામાં આવે તેવી શકયતા છે કેમ કે, સુરતમાં અત્યારે કોરોનાએ ઉપાડો લીધો છે. જનજીવન અસ્ત વ્યસ્થ થઇ રહયું છે. એટલે વિશ્ર્વાસુ અને સક્ષમ અધિકારીને સુરતનો હવાલો સોંપવામાં આવે એવું માનવામાં આવે છે.

સુરતમાં કોરોનાની સાથે સાથે ગુન્હાખોરી પણ ખુબ વધી રહી છે. અગ્રવાલની નિમણૂંક થઇ એ પહેલા રાજકોટના પોલીસ કમિશ્ર્નર તરીકે અનુપમસિંહ ગેહલોત હતા. એમણે સ્ટોન કિલર હિતેષ રામાવતને ઝડપવા ઉપરાંત અનેક અણઉકેલ ગુનાનો ભેદ શોધવામાં સફળતા મળી હતી. મનોજ અગ્રવાલ પણ ખુબ જ કુશળ અને મજબુત આઇપીએસ અધિકારી તરીકે રાજકોટમાં સારી લોક ચાહના પ્રાપ્ત કરી શકયા છે.

Read About Weather here

એમના કાર્યકાળ દરમ્યાન ગુજસીટોક હેઠળ રાજકોટની કેટલીક કુખ્યાત ગેંગને જેલ હવાલે કરવામાં પોલીસને સફળતા મળી છે. તેના માટે અગ્રવાલનું સક્ષમ માર્ગદર્શન કારણ ભુત માનવામાં આવે છે. એજ રીતે બલરામ મીણા અને મનોહરસિંહ જાડેજાની કામગીરી પણ નોંધ પાત્ર રહી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમ્યાંનમારમાં લશ્કરી દળોના દમન છતાં ભારતે પરેડમાં પ્રતિનિધિ મોકલતા સર્વત્ર ટીકા
Next articleમનપાના બજેટમાં યોજનાઓ રિપીટ…રિપીટ…રિપીટ…