પોલીસે રૂ.1,45,000 ની કિંમતના સોનાના ઢાળિયા કબ્જે કર્યા : રૂમાલમાં દાગીના -રોકડા મુકાવી ચોકમાં વિધિ કરવાનું કહી શખ્સ ભાગી જતો
પડધરીનો શખ્સ તાંત્રિક મહિલાનું સ્વરૂપ ધારણ કરી મહિલાઓને ઘર કંકાસ તથા કામ ધંધો સારો ચાલે તે માટે વિધિ કરવાનું કહી છેતરપિંડી આચરતો
શહેરના યુનિવર્સીટી રોડ પરના પોષ વિસ્તારમાં તાંત્રિક વિધિ કરવાના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરનાર બહુરૂપી વેશધારણ કરનાર શખ્સને યુનિવર્સીટી પોલીસે ઝડપી લઇ ચાર ગુનાનો ભેદ ઉકેલી નાંખી રૂ. 1,45,000 ની કિંમતના સોનાના ઢાળિયા કબ્જે કર્યા છે.
Subscribe Saurashtra Kranti here
પ્રાપ્ત વિગતો મુજબ સાધુવાસવાણી રોડ પર ગુરુજીનગર આવાસ યોજનાની શાક માર્કેટમાં તાંત્રિક વિધિ માટે એક બહુરૂપિયો શખ્સ ગ્રાહકની શોધમાં હોવાની બાતમીના આધારે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ એ.એસ.ચાવડા, પી.એસ.આઈ એ.બી.જાડેજા, પો.કોન્સ્ટેબલ રાવત ડાંગર, જેન્તીગીરી ગોસ્વામીની ટીમે દરોડો પાડી બહુરૂપી શખ્સને ઝડપી પાડી આકરી ઢબે પુછપરછ કરતા પોતે અરવિંદનાથ જીવનાથ પરમાર (ઉ.વ 35 રહે. તરઘડી નાલાનગર, પડધરી )હોવાની કબૂલાત આપી હતી
પડધરીનો અરવિંદનાથએ મહિલાનું રૂપ ધારણા કરી પોષ સોસાયટીમાં મહિલાઓ પાસે માંગવા જતા હતા, બહેનો પાસેથી રૂપિયા લેતી વખતે ઘરકંકાસ તથા ધંધામાં નુકશાની થતી હોય તો વિધિ કરવાનું કહી મહિલાના ઘરમાં ઘુસી જઈ વિધિ કરવાના બહાને કંકુ -ચોખા તથા ગ્લાસમાં પાણી ભરાવી વિધિ કરતા હતા.
બાદમાં પરિવારનું આરોગ્ય સારું રહે તે માટે સોનાના દાગીના તથા રોકડા રૂપિયા વિધિમાં મુકવાનું કહેતા હતા. બાદમાં કોરો કાગળ દેખાડીને પાણીના ગ્લાસમાં નાખી ખોટો ડાગલો દેખાડીને વિધિ પુરી થઇ છે, સોનાના દાગીના ભરેલો રૂમાલ વિધિ કરવાના બહાને ચોકમાં લઈ જઈ શખ્સ નબાશી છુટ્ટતો હતો
Read About Weather here
બહુરૂપ ધારણ કરનાર અરવિંદનાથ પરમારે સાધુવાસવાણી રોડ પર ક્રિષ્ના પાર્ક, ગુરુજીનગર આવાસ, મયુર ભજીયા તથા માધાપર ચોકડી નજીકથી કુલ ચાર લોકો સાથે સોનાના દાગીના -રોકડાની છેતરપિંડી આચરી હતી.આરોપી શખ્સ અગાઉ અમદાવાદ અમરાવાળી, ગોંડલ તાલુકા, અંજાર પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચુક્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here