શહેરમાં અત્યારે બુકી ક્ષેત્રે મુખ્ય નામ ધરાવતો કુશળ અને તુલા રાશી ધરાવતો બુકી હજુ સુધી પોલીસના હાથે લાગ્યો નથી કે ચર્ચામાં પણ આવ્યો નથી કારણકે પોલીસ પરીવારો સાથે તે ખાસ સબંધ ધરાવે છે તેમજ સમયસર મોંઘી સોગાતો પણ પહોંચાડવામાં આવતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ બુકી 500 જેટલા ડબ્બાઓ અને કરોડોની વહીવટના આઇડીઓ રમાડે છે છતા આજ સુધી તેનો કોઈ પંટર પોલીસના હાથે લાગ્યો નથી. આજથી પાંચ વર્ષ પહેલા જામનગર પોલીસના હાથે ચડી ગયો હતો અને અનેક નામો પણ ખુલ્યા હતા. ત્યારથી આજ સુધી સટ્ટાક્ષેત્રે ખૂબ જ મોટું નામ હોવા છતાં પણ પોલીસના ઝપટે ચડ્યો નથી તે પાછળ અનેક પ્રશ્ર્નોનો પણ સર્જા છે.
Visit Saurashtra Kranti Homepage here
ક્રિકેટરસિકોની અત્યંત ફેવરિટ આઈપીએલ ટુર્નામેન્ટ ચાલી રહી છે અને બીજી બાજુ સટોડિયા પણ આ ટુર્નામેન્ટ થકી કમાઈ લેવા માટે મેદાને પડી ગયા હોય તેવી રીતે દરરોજ મોટી સંખ્યામાં કરોડો રૂપિયાનો દાવ લગાડી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સટ્ટા નેટવર્ક ઉપર પોલીસની કામગીરી જોતાં એવો સવાલ ઉઠ્યા વગર રહેતો જ નથી કે શું રાજકોટમાં ક્રિકેટ સટ્ટો બંધ થઈ ગયો છે કે પછી પોલીસ ઢીલી પડી ગઈ છે ? રાજકોટ સહિત રાજ્યભરમાં હજુ પણ નામચીન બુકીઓએ પોતાનું નેટર્વક બનાવેલું છે. ઉપરાંત રાજકોટે ક્યારેય જેની કલ્પના કરી નહોતી તેવા તોડકાંડ અને દારૂકાંડે બે મહિનાની અંદર પોલીસની સાથે સાથે શહેરને પણ બદનામ કરી દીધું છે.
જો કે આ ઘટનાઓ બન્યા બાદ ઉચ્ચ અધિકારીઓ પોલીસ તંત્રમાં આમૂલ પરિવર્તન આણવા માટે મથામણ પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે અત્યારે ક્રિકેટરસિકોની અત્યંત ફેવરિટ આઈપીએલ ટુર્નામેન્ટ ચાલી રહી છે અને બીજી બાજુ સટોડિયા પણ આ ટુર્નામેન્ટ થકી કમાઈ લેવા માટે મેદાને પડી ગયા હોય તેવી રીતે દરરોજ મોટી સંખ્યામાં કરોડો રૂપિયાનો દાવ લગાડી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સટ્ટા નેટવર્ક ઉપર પોલીસની કામગીરી જોતાં એવો સવાલ ઉઠ્યા વગર રહેતો જ નથી કે શું રાજકોટમાં ક્રિકેટ સટ્ટો બંધ થઈ ગયો છે કે પછી પોલીસ ઢીલી પડી ગઈ છે ? આ સવાલ એટલા માટે ઉઠવો વ્યાજબી છે કેમ કે શહેરમાં સટ્ટો રમાય છે વધુ તેની સામે બુકીઓ અને પંટરો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ પકડાઈ રહ્યા છે !!
તેમા પણ તુલા રાશી ધરાવતા બુકીનો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દબદબો કરી બેઠો છે. તેના 500 જેટલા ડબ્બાના વહીવટો અને આઇડીમાં પણ કરોડોનો વહીવટ કરવામાં આવતા હોવાથી વાત પણ જાહેર હોવા છતાં પોલીસ તેનો વાળ વાકોં કરી શકી તેમ નથી. એવી પણ ચર્ચાઓ થાય છે કે તે પોલીસનો લાડકો બુકી છે!!બીજી બાજુ બુકીબજારમાં સંભળાતી વિગતો પ્રમાણે પોલીસની ધોંસને કારણે ટેલિફોનથી ચાલતો સટ્ટો ઘણો ઘટી ગયો છે અને ક્યાંક ક્યાંક ચાલી રહ્યો છે તે પણ ભારે ડર વચ્ચે રમાઈ રહ્યો છે પરંતુ આઈડી થકી સટ્ટો ખેલવાનું હજુ પણ ધમધોકાર ચાલી રહ્યું છે. આશ્ર્ચર્ય એ વાતની પણ છે કે એકાદ-બેને બાદ કરતાં અન્ય પોલીસ સ્ટેશનોએ તો હજુ સટ્ટો પકડવાનું ખાતું પણ ખોલ્યું નથી ત્યારે શું તેમના વિસ્તારમાં સટ્ટો નહીં રમાતો હોય તે પ્રશ્ર્ન પણ ઉઠ્યા વગર રહેતો નથી.
Read About Weather here
પોલીસની આવી કામગીરીને લઇને શહેરીજનોના મનમાં અનેક પ્રશ્ર્નો સર્જાઇ રહ્યા છે. વળી આ બુકીઓના કરોડોના વહીવટ પણ શહેરની બે થી ત્રણ મોટી આંગણીયા પેઢીમાં જ કરવામાં આવી રહ્યા છે. તે પણ એક તપાસ નો વિષય ગણી શકાય. પોલીસની મીઠી નજર હેઠળ આવા ધંધા કયા સુધી ચાલશે તે જોવાનું રહ્યું
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here