પોલીસ કમીશનર જમીનો ખાલી કરાવવા અને જમીનોના સેટીંગમાં રચ્યાપચ્યા ફરહે છે : રામભાઇ મોકરીયા

પોલીસ કમીશનર જમીનો ખાલી કરાવવા અને જમીનોના સેટીંગમાં રચ્યાપચ્યા ફરહે છે : રામભાઇ મોકરીયા
પોલીસ કમીશનર જમીનો ખાલી કરાવવા અને જમીનોના સેટીંગમાં રચ્યાપચ્યા ફરહે છે : રામભાઇ મોકરીયા

મનોજ અગ્રવાલ સામે ગોવિંદભાઇ પટેલે કરેલા આક્ષેપોને સમર્થન આપતા રાજયસભાના સાંસદ

રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે રાજકોટના પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ સામે ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે ત્યારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ પણ ગોવિંદભાઇ પટેલની રજુઆતને યોગ્ય ગણાવી છે અને જણાવ્યું છે કે ગોવિંદભાઇ સાચા છે. આ અધીકારી જ્યારથી રાજકોટમાં આવ્યા છે ત્યારથી આવા કામો શરૂ કરી દીધા છે. કમીશનર સામાન્ય લોકોને જવાબ આપતા નથી અને મળતા પણ નથી. ઘણી વખત ફોન કરીએ તો તેઓ ગાંધીનગર છે તેમ જણાવે છે. પોલીસ કમીશનર સારૂ પોસ્ટીંગ મેળવવા માટે ગાંધીનગરના વારંવાર ધક્કા ખાઇ રહ્યા છે. પોલીસ કમશીનર તરીકે ન શોભે તેવુ વર્તન તેઓ કરે છે. રાજકોટનાં પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ જમીનો ખાલી કરાવવા અને જમીનોના સેટીંગમાં રચ્યાપચ્યા રહે છે.

Read Saurashtra Kranti E-Paper here

રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્યું છે કે પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ આવી બધી પ્રવૃત્તિઓ માટે પોતાના ખાસ અધિકારીઓનો ઉપયોગ કરે છે. તેમજ ઓફિસમાં પણ નિયમિત હાજર રહેતા નથી. આમજનતાને પણ તેઓ મળતા નથી. આ અધીકારીને લીધે રાજકોટમાં કાયદો-વ્યવસ્થા પડી ભાગ્યા છે. અને ટ્રાફિકની અવ્યવસ્થાથી શહેરીજનો કંટાળી ગયા છે. કોઇ આગેવાનો કે પ્રતિનિધિ મંડળ રજુઆત કરવા જાય તો રૂબરૂ મળતા નથી તેમજ વિડીયો કોન્ફરન્સથી રજુઆત સાંભળવાની સુચના આપે છે.

Visit Saurashtra Kranti Homepage here

કમીશનર હથીયાર, જમીન, જેવા કામાોમાં સેટીંગ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આગાઉ પણ મારી પાસે એક પરીવારે ફરીયાદ કરી હતી તેને એક કેસમાં ફીટ કરી દેવામાં આવ્યા હતા અને આખા પરીવારને ઉપાડી લેવામાં આવ્યા હતા હાલમાં આ પરીવારે શહેર પણ છોડી દીધુ છે. આ ઉપરાંત શહેરમાં અનેક વખત પોલીસ દ્વારા ફરીયાદ નોંધવામાં આવતી નથી અરજી સ્વીકારવામાં આવે છે ચોરી, જેવા કેસોમાં ફરીયાદ કરવાનું ટાળવામાં આવે છે અને બતાવવામાં આવે છે કે શહેરમાં ક્રાઇમ રેટ ઘટી ગયો છે. રામભાઇ મોકરીયાએ ગોવિંદભાઇ પટેલે કરેલી રજુઆતને સમર્થન આપ્યુ઼ છે અને ઉચ્ચ કક્ષાએથી તપાસ તથા પગલા ભરાઇ તેવી માંગણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here