ડી-માર્ટ પાસે કુવાડવા રોડ પર વાહન ચેકિંગ કરતા પોલીસને તમામ પટ્ટા ઉતારી નાખવાની મારી હેસિયત છે: તાલુકા પંચાયતનાં સભ્ય
સ્કોર્પિયો કારમાં આણંદર બાંધીનાં કોંગ્રેસનાં તાલુકા પંચાયતનાં સભ્ય વિક્રમ રાઠોડ સહિત પાંચ શખ્સોએ નશામાં ધુત બનીને પોલીસની ફરજમાં રૂકાવટ કરી.કાયદો બધા માટે સરખો હોય છે પરંતુ કેટલાક શખ્સો રાજકારણનાં જોરે પોતે કાયદાનું ઉલ્લંઘન કર્યા બાદ પણ લાજવાન બદલે ગાજનાં હોય તેવા કિસ્સા ભૂતકાળમાં બનવા પામ્યા છે.
ગઈકાલે કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટ પાસે વાહન ચેકિંગ ફરજમાં રહેતા બી.ડીવીઝન પોલીસે એક સ્કોર્પિયો કારને પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ત્યારે કરમ બેઠેલા આનંદપર બાંધીનાં કોંગ્રેસના તાલુકા પંચાયતનાં સભ્ય વિક્રમ રાઠોડ સહિત પાંચ શખ્સોએ મારી કાર કેમ રોકી તેમ કહીં તમારા પટ્ટા ઉતારી નાખવાની મારી હેસિયત છે તેમ બફટાર કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરતા ફરિયાદ નોંધાઈ છે.
Subscribe Saurashtra Kranti here
આ અંગેની વિગત મુજબ બી.ડીવીઝન પોલીસ મંથકનાં પી.આઈ એમ.બી.ઔસુરાની સુચનાથી હાલ કોરોનાની મહામારીનાં પગલે રાત્રી કર્ફ્યું તથા જાહેરનામાં ભંગ તથા લોકોને માસ્ક પહેરવા અંગેની કાર્યવાહી કરવા પોલીસ સ્ટાફને સુચના આપેલી હોય જેના પગલે ડી.સ્ટાફનાં પી.એસ.આઈ વી.બી.કોડીયાતર, એ.એસ.આઈ વિરમભાઇ, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ બસિયા સહિત આઠથી દસ પોલીસ જવાનોનો કાફલો કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટ પાસે રોડની બંને સાઈડ વાહન ચેકિંગ ફરજ પર હતા ત્યારે રાત્રીનાં પોણા બાર વાગ્યે રાત્રી કર્ફ્યું હોય છતાં ગ્રીનલેન્ડ ચોકડી તરફથી એક સ્કોર્પિયો કાર આવતી નજરે પડતા પોલીસે કારને રોકી પૂછપરછ કરતા હતા
ત્યારે કારની ડાબી બાજુની સીટ પર બેઠેલા વિક્રમ અજીતસિંહ રાઠોડ (રહે, આણંદપર બાંધી) નાં એ પોલીસને કહેલ કે કોંગ્રેસનાં તાલુકા પંચાયતનો સભ્ય છું. મોટી કાર તમારાથી કેમ રોકાય તેમ કહીં તમારા પટ્ટા ઉતારી નાખવાની મારી હેસિયત છે. તેમ કહીં પોલીસ સાથે ઝાપાઝપી કરતા પી.એસ.આઈ કોડીયાતર સહિતનાં સ્ટાફે કારમાં બેઠેલા પાંચેય શખ્સોને કારનો ચાલક અને અગાઉ બલી ડાંગરનાં સાગ્રીત રહી ચુકેલો રામદેવ લક્ષ્મણ ડાંગર (રહે, શ્રીરામ પાર્ક કુવાડવા રોડ નાગબાઈ પાન સામે) આણંદપર બાંધીનાં કોંગ્રેસનાં તાલુકા પંચાયતનો સભ્ય વિક્રમ અજીતસિંહ રાઠોડ, ગોવિંદ પોપટ રાજપરા, નિરાળ અજીત પરમાર પરાસર પાર્કમાં રહેતો અજયરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા સહિત પાંચ શખ્સો નશો કરેલી હાલતમાં હોય
Read About Weather here
ત્યારે તમામને પોલીસ સ્ટેશન લઇ જઈ કાર્યવાહી હાથ ધરતા કોંગ્રેસનાં તાલુકા પંચાયતનાં સભ્ય વિક્રમ રાઠોડએ જોસજોસથી અવાજ કરી પોલીસ સ્ટેશનમાં પોલીસનાં માણસો સાથે ઝપાઝપી કરી જાહેરમાં અસભ્ય વર્તન કરી શર્ટ ફાડી નાખી પોલીસમેનને ધક્કો મારી પછાડી દેતા પી.ઈ ઔસુરા સહિતનાં સ્ટાફે તાલુકા પંચાયતનાં સભ્ય સહિત પાંચેય શખ્સોનો નશો ઉતારી નાખી કાયદાનું ભાન કરાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here