પોલીસની ધરપકડથી બચવા કોળી યુવકે કારખાનામાં એસિડ પી લેતા મોત નીપજ્યું

પોલીસની ધરપકડથી બચવા કોળી યુવકે કારખાનામાં એસિડ પી લેતા મોત નીપજ્યું
પોલીસની ધરપકડથી બચવા કોળી યુવકે કારખાનામાં એસિડ પી લેતા મોત નીપજ્યું

ચાર પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી

પોલીસ સમક્ષ સંજય ભીમણીએ આપેલી કબુલાતમાં જણાવ્યું કે વીમલ પોતે કામમાં હોવાથી વિમલે તેના જ કારખાનાની સાથે ભઠ્ઠી ચલાવતા નવાગામ રંગીલા પાર્ક માંધાતાસોસાયટી શેરી નંબર 1 માં રહેતા કેતન ભવાન સદાદિયાને રોકડ ભરેલો થેલો લઇ આવવા કહ્યું હતું,

Subscribe Saurashtra Kranti here

કેતન મોટામવા પહોંચ્યો હતો અને રૂ.25 લાખની રોકડ ભરેલો થેલો લઇ નવાગામ ફેક્ટરીએ પહોંચી ગયો હતો. જેમાં તેને 5 લાખ કઢી લીધા હતા અને પોલીસે વિમલ અને કેતનને પોલીસ મથકે બોલાવ્યા હતા.

લૂંટના પૈસા કેતનને 5 લાખ કારખાનામાં 3 લાખ ઉપરની અને 2 લાખ નીચે છુપાવ્યા હોવાનું જણાવતા તાલુકા પોલીસની ટીમ કેતનને લઈ નવાગામ શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝે પહોંચી હતી, જ્યાં તાલુકા પોલીસની નઝર ચૂકવી કેતન દોટ મૂકી ફેક્ટરીમાં પડેલા કેરબામાંથી એસિડ પી લીધું હતું.

એસિડ પી લીધા બાદ તે ભાગવા જતાં પટકાયો હતો. એસિડ પીનાર કેતનને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેનું મોત થયું હતું.

Read About Weather here

કેતને શા માટે એસિડ પીધું ? પરિવાર અજાણ મૃતક કેતન કોળી મૂળ સાતડા ગામનો વતની છે, તેને સંતાનમાં ચાર પુત્રી છે. કેતન બે ભાઈ અને બહેનમાં નાનું છે, તેને શા માટે આવું પગલું ભર્યું તેનાથી તેની પત્ની અરુણા સહિત આખો પરિવાર પણ અજાણ હોવાનું કહી રહ્યા છે જેથી આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here