પોલીસકર્મીનાં કામથી જ પોલીસ બેડામાં અસંતોષ?!

પોલીસકર્મીનાં કામથી જ પોલીસ બેડામાં અસંતોષ?!
પોલીસકર્મીનાં કામથી જ પોલીસ બેડામાં અસંતોષ?!

હમે તો અપનોને લુંટા ગૈરો મેં કહાં દમ થા

સામાકાંઠામાં આવેલ પોલીસ સ્ટેશનનાં કર્મીઓમાં ચર્ચાતી વાતો

“ખાવું-ખાવું કરતા ખસવા દે નહીં, જાતા રાખે ઝાલી રે
એક કહે મને ગરીઓ..અપાવો એક કહે ઝાળી..

પી.એસ.આઈ દ્વારા બુટલેગરને કોને કેટલી રકમ દેવી અને કોને ન દેવાની વાત કરતા અનેક પોલીસ કર્મીઓમાં દુ:ખની લાગણી!: લોકોમાં તરહ-તરહની ચર્ચા

સામાકાંઠા વિસ્તારમાં પી.એસ.આઈ દ્વારા દેશી દારૂનાં અડ્ડાઓ પર હિસાબોની ડાયરી માંગતા અનેકની પોલીસ કર્મીઓની લાગણી દુભાણી!

રાજકોટનાં સામાકાંઠે હંમેશા વિવિધ બાબતોની ચર્ચાઓ ચાલતી હોય જ છે. કારણ કે, બનાવ જ એવા બનતા હોવાથી લોકો પણ આશ્ચર્ય પામતા હોય છે. હાલમાં સામાકાંઠે એક ચર્ચાએ જોર પકડ્યું છે. સામાકાંઠાનાં પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ દ્વારા દેશી દારૂનાં અડ્ડાઓ પર જઈને તેના હિસાબ કિતાબની ડાયરી તેમજ કાગળો માંગીને તપાસ કરતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. કારણ કે, બુટલેગરોની ડાયરીમાંથી એ જાણ્યું કે કોને કેટલી રકમ આપવામાં આવે છે કે આને આટલા બધા શું કામ દેવાય છે આને ઓછા કરીને અમારું વધારો.

Subscribe Saurashtra Kranti here

વાતની જાણ સામાકાંઠાનાં બીજા પોલીસ કર્મીઓને થતા ક્યાંક અંતરની લાગણી દુભાણી છે. પણ આવી વાત કોને કેવા જવી?? મનોમન દુ:ખ વ્યક્ત કરે છે પણ અમૂક કર્મીઓએ ઉપરનાં પોલીસ બેડામાં ફરિયાદ પણ કરી છે કે “ઘરમાં ને ઘરમાં આવું થોડું ચાલે યાર! આ ઘટનાએ ચારેકોર ચર્ચા જગાવી છે અને મનોમન પણ બોલતા હશે કે “અમે તો બેઠા હતા વિશ્વાસનાં વહાણમાં દોસ્ત અર્ધવચ્ચે ડૂબાડશે કોને ખબર! પણ પી.એસ.આઈ પણ સામે ઓછો ઉતરે તેમ નથી.

પોલીસ બેડામાં જે દુ:ખની લાગણી પ્રસરી છે અને ઘેરો અસંતોષ પણ વ્યાપ્યો છે. દરેક દેશીનાં બુટલેગરને દબાવીને પોતાનો હપ્તો વધારીને બીજાનો હપ્તો ઓછો કરવા પણ દબાણ કરવામાં આવે છે. હવે આ ઘટનામાં અમૂક તો બિચારા સૂડી વચ્ચે સોપારી જેવી હાલતમાં આવી ગયા છે. બાકી બધા ફર્યા કરે છે. પણ એ તો એકને એક જ છે.

Read About Weather here

આ ચર્ચામાં કહેવત પણ સાર્થક થતી દેખાઈ છે કે, ‘એકને કણ અને એકને મણ’એ વ્યાજબી ગણી શકાય નહીં. પોતાના જ બેડામાં આવી ઘટના બનતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે અને અસંતોષની લાગણી ફેલાણી છે. હવે સીનીયરો દ્વારા આ અસંતોષની લાગણી સંતોષમાં ફેલાઈ તેવા પ્રયત્નો પણ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here