પોપટને શોધનારને એક લાખનું ઈનામ…!

પોપટને શોધનારને એક લાખનું ઈનામ...!
પોપટને શોધનારને એક લાખનું ઈનામ...!
ડૉ. વીકે જૈનનું કહેવું છે કે, જે અમને પોપટ શોધી આપશે તેને હું ખુશી ખુશી એક લાખ આપવા તૈયાર છું. રાજસ્થાનના સીકર શહેરમાં પક્ષી પ્રેમીની એક અનોખી ઘટના સામે આવી છે. શહેરના મોટા હાર્ટ સર્જન ડૉ. વીકે જૈનનો પોપટ ત્રણ દિવસ પહેલાં ગુમ થઈ ગયો તો પત્નીએ ખાવા-પીવાનું છોડી દીધું છે. પોપટને શોધવા માટે ડોક્ટરે લાખો રૂપિયા ખર્ચ કરી દીધા છે. તેમણે ન્યૂઝ પેપરના ફ્રન્ટ પેજ પર ગુમ થયાની જાહેરાત આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં પોસ્ટર-પેમ્ફલેટ વહેચ્યાં છે, સોશિયલ મીડિયા ઉપર મેસેજ પણ વાયરલ થયો છે.એટલું જ નહીં, પોપટ શોધી આપનારને રૂ. એક લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. પરિવારના લોકો અને હોસ્પિટલનો સ્ટાફ પણ તેને દિવસ-રાત શોધી રહ્યા છે.ડૉ. જૈનની પત્ની ડૉય અર્ચનાએ જણાવ્યું કે, હોસ્પિટલની ઉપર જ તેમનું ઘર છે. ત્રણ દિવસ પહેલાં જ ટેરેસ પર તેઓ પોપટને સફરજન ખવડાવતા હતા. આ દરમિયાન જ તે ઉડી ગયો અને પછી પાછો જ ના આવ્યો.

ત્રણ દિવસથી પોપટને શોધી રહ્યા છીએ પરંતુ હજી સુધી એની કોઈ માહિતી મળી નથી.ડૉ. જૈને જણાવ્યું કે, બે વર્ષ પહેલાં આફ્રિકન ગ્રે કલરનું પોપટની જોડ રૂ. 80 હજારમાં ખરીદી હતી. એકનું નામ કોકો રાખવામાં આવ્યું હતું. બે વર્ષથી કોકો ઘરના સભ્ય જેવુ બની ગયું હતું. તેના જતા રહેવાથી ઘર ખાલી ખાલી થઈ ગયું હોય તેવું લાગે છે.ડૉ. જૈને જણાવ્યું કે, આ પ્રકારના પોપટ દુર્લભ પ્રજાતિ છે. તે એક હજાર કરતા વધારે શબ્દ બોલતો હતો.

Read About Weather here

દરેક સાથે વાત કરતો હતો, કઈક પૂછીએ તો જવાબ પણ આપતો હતો. તેના જવાથી દીકરો-વહુ અને દિકરી પણ ઉદાસ થઈ ગયા છે. પત્ની રડતા રડતા બસ તેના આવવાની રાહ જોવે છે.કોકો પરિવાર સાથે એટલો હળીમળી ગયો હતો કે જ્યારે ઘરના લોકો જમવા બેસે ત્યારે એ પણ બાજુમાં બેસી જતો હતો. તેમણે તેમના ફાર્મ હાઉસમાં બતક, પોપટ, કબૂતર, ખીસકોલી, બિલાડી, કુતરા, ઘોડા સહિત ઘણાં પશુ-પક્ષીઓ પાળ્યા છે.ડૉક્ટર જૈને જણાવ્યું કે, અમે તેને સીરિંજથી દૂધ અને જ્યૂસ પીવડાવતા હતા.ડૉ. જૈનને પશુ-પક્ષી પાળવાનો શોખ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here