પોદાર જમ્બો કીડઝ અને સૌરાષ્ટ્ર સાયન્સ ઇન્સ્ટિટયૂટના સંચાલકો ભાગી ગયા

પોદાર જમ્બો કીડઝ અને સૌરાષ્ટ્ર સાયન્સ ઇન્સ્ટિટયૂટના સંચાલકો ભાગી ગયા
પોદાર જમ્બો કીડઝ અને સૌરાષ્ટ્ર સાયન્સ ઇન્સ્ટિટયૂટના સંચાલકો ભાગી ગયા

ફી લાલચું સંચાલકો બાળકોના જીવ જોખમે મુકી સંસ્થાઓ પર બોલાવે છે: એનએસયુઆઇ

રાજકોટ જિલ્લા એનએસયુઆઇ દ્વારા રેડ કરતા પોદાર જમ્બો કીડઝમાં 30 થી વધુ બાળકો જોવા મળ્યા

સૌરાષ્ટ્રમાં ઇન્સ્ટિટયૂટમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, માલવીયા પોલીસ દોડી ગઇ

પોદાર કોરોનાની બીજી લહેર ધીમી પડી ગઈ છે. નિષ્ણાંતો દ્વારા ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા કોરોનાની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં કોઇ પણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનો ભંગ થાય તો તેની વિરૂદ્ધ કાયદાનો દંડો ઉગામી જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવશે તેમજ હાલમાં કોઇ ટયુશન કલાસ ચાલુ કરવા નહીં. ઓનલાઇન શિક્ષણ આપવાનું રહેશે.

Subscribe Saurashtra Kranti here

 આજે રાજકોટના અમીન માર્ગ રોડ પર પ્લે હાઉસ અને ટ્યુશન ક્લાસિસ ચાલુ હોવાની ફરિયાદ મળતા રાજકોટ જિલ્લા એનએસયુઆઇ દ્વારા રેડ પાડવામાં આવી હતી. અહીં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું કોચિંગ અને બાળકોનું પ્લે હાઉસ ચાલતું હોવાનું સામે આવ્યું હતું.

બાદમાં માલવિયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના અમીન માર્ગ પર આવેલા પોદાર જંબો કિડ્સમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવતો હોવાની ફરિયાદ એનએસયુઆઇને મળી હતી.

આથી રેડ કરવામાં આવી હતી. જિલ્લા એનએસયુઆઇ  પ્રમુખ રોહિત રાજપૂતના જણાવ્યા મુજબ સરકારે ઓફલાઇન અભ્યાસ માટે મંજૂરી આપી નથી. છતાં રાજકોટમાં સૌરાષ્ટ્ર સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અને પોદાર પ્લે હાઉસ ચાલુ રાખી બાળકોને ઓફલાઇન અભ્યાસ કરાવતા હોવાનું સામે આવ્યું હતું. 

રાજકોટ માલવીયા નગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુકણએ જણાવ્યું હતું કે, પ્લે હાઉસ અને કોચિંગ ક્લાસિસ ચાલુ હોવાથી એનએસયુઆઇ દ્વારા રેડ કરવામાં આવી હોવાનું માલુમ થતા પોલીસ સ્ટાફ સ્થળ પર મોકલવામાં આવ્યો છે. સ્થળ પર કોઇ સંચાલક હાજર મળ્યા નથી. તેને બોલાવી નિવેદન લઇ બાદમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં ચાલતા આવા ક્લાસિસના સંચાલકો બાળકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે.

ડોક્ટરો દ્વારા ત્રીજી લહેરમાં સૌથી વધારે બાળકો પર જોખમ વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે બાળકોને ક્લાસિસે બોલાવીને અભ્યાસ કરાવવો કેટલો વ્યાજબી તે આવનારો સમય જ કહેશે.રોહિતસિંહ રાજપુત અને ઉપપ્રમુખ મોહીલ ડવે  જણાવ્યુ હતુ કે આ બંને સંસ્થાઓ ચાલુ હોવાથી એક જવાબદાર વિદ્યાર્થી સંગઠન તરીકે વિદ્યાર્થીઓનુ સ્વાસ્થ્ય ધ્યાનમા રાખી રેડ કરી હતી.

પોદાર સ્થાનિક પોલીસ તંત્રને પણ જાણ કરી કાર્યવાહી કરવા માંગ પણ કરી છે. તંત્ર દ્રારા નક્કર કાર્યવાહી કરવામા નથી આવતી એટલે જ આવા સંચાલકો બાળકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવાનુ સાહસ કરે છે. તેમજ વાલીઓએ પણ આ બાબતની ગંભીરતાથી નોંધ લઇને બાળકોને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ તેવી અપીલ કરી હતી

Read About Weather here

આગામી દીવસોમા જો સરકારના જાહેરનામાનો ભંગ કરી કોઈપણ સંસ્થાઓ ચાલુ હશે  તો એનએસયુઆઇ હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરશે અનેશ જરુર પડ્યે કલેક્ટરને રજુઆત પણ આ બાબતે કરશે તેવુ જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતની યાદીમા જણાવ્યુ હતુ.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here