પોતે કરે તો લીલા, બીજા કરે તો તાગડધીના…!

પોતે કરે તો લીલા, બીજા કરે તો તાગડધીના...!
પોતે કરે તો લીલા, બીજા કરે તો તાગડધીના...!
વાયરલ વીડિયોમાં એક મહિલા પેસેન્જરે વૃદ્ધ વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરતી જોવા મળે છે. દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને લોકોની ચિંતા વધારી દીધી છે. લોકોને ફરી એક વાર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન સોશિયલ મીડિયા પર ડેલ્ટા ફ્લાઈટનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા માસ્ક ના પહેરનાર વૃદ્ધને થપ્પડ મારી દે છે. જોકે નવાઈની વાત તો એ છે કે એ મહિલાએ પોતે પણ માસ્ક પહેરેલો નથી.

મહિલા પેસેન્જર એક વૃદ્ધ વ્યક્તિએ માસ્ક ના પહેરતા ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી કે તેણે વૃદ્ધ વ્યક્તિને જોરથી થપ્પડ મારી દીધી હતી. એટલુ જ નહીં તે મહિલા તેના મોઢા ઉપર થૂંકતી પણ દેખાય છે. નવાઈની વાત એ છે કે, આ સમગ્ર વિવાદ વચ્ચે મહિલાએ પોતે પણ માસ્ક પહેર્યો નથી.

આ સમગ્ર વિવાદમાં ક્રૂ મેમ્બર મહિલાને રોકવાનો પ્રયત્ન પણ કરે છે પરંતુ તે માનતી જ નથી.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 25 ડિસેમ્બરની આ ઘટના ટામ્પાના અટલાન્ટા જતી ડેલ્ટા ફ્લાઈટનો છે. ત્યારે જ આ મહિલાએ એક વૃદ્ધને માસ્ક વગર જોયા અને તે ગુસ્સે થઈ ગઈ.

Read About Weather here

આ ઘટના પછી પોલીસે મહિલા સામે કાર્યવાહી શરૂ કરીને તેની ધરપકડ કરી લીધી છે.વીડિયોમાં દેખાતી મહિલાનું નામ પેટ્રીસિયા કોર્નવાલ છે. હકિકતમાં ફ્લાઈટમાં પેટ્રીસિયા બાથરૂમમાંથી તેની સીટ પર બેસવા જતી હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here