પૈસા પડાવતી નકલી પોલીસ…!

પૈસા પડાવતી નકલી પોલીસ...!
પૈસા પડાવતી નકલી પોલીસ...!
પોલીસ જેવી જ હેર સ્ટાઈલ, ચશ્મા અને વર્દી પહેરીને ફરતો ૨૫ વર્ષીય યુવક પુણા પીઆઈનો રાઈટર હોવાનું કહીને છેલ્લા છ મહિનાથી વેપારીઓ પાસેથી પૈસા પડાવતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સુરતમાં નકલી પોલીસ અસલી પોલીસના હાથે ઝડપાય ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.  જો કે, એક વેપારીએ આ મામલે પીઆઈને જાણ કરતાં આરોપી યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો.

મૂળ ભાવનગરના તળાજાના ઉમરલ્લાનો અને હાલમાં સુરતમાં પુણા વિસ્તારમાં આવેલી કુબેરનગર સોસાયટીમાં રહેતાં ૨૫ વર્ષીય કુલદીપ સેલારભાઈ બારડને પોલીસનો રૌફ મારવાનો ભારે શોખ હતો.

તે પોલીસ જેવી વર્દી પહેરતો હતો અને પોલીસકર્મી જેવી હેર સ્ટાઈલ અને ચશ્મા પહેરીને ફરતો હતો. કુલદીપે પોલીસની વરદી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સ્થિત કેન્ટીનમાંથી ખરીદી હતી

અને તેણે ખાસ કુલદીપ આહીર નામની નેમ પ્લેટ પણ બનાવી હતી. જે બાદ તે વેપારીઓ પાસેથી પૈસા પડાવતો હતો અને ઈંડાની લારી પર મફત જમતો પણ હતો અને પાર્સલ પણ લઈ જતો હતો. પણ અંતે તેનો ભાંડો ફૂટી ગયો હતો.

૨૦ વર્ષીય રોહિત પુણા કેનાલ રોડ પર તમન્ના ફર્નિચરની દુકાન ચલાવે છે. ઓગસ્ટ મહિનામાં કુલદીપ તેની પાસે આવ્યો હતો અને સોફા સેટ નહીં આપે તો જેલભેગો કરી દઈશ તેવી ધમકી આપીને ૨૧ હજારના બે સોફા લઈ ગયો હતો.

તેવામાં રોહિત પુણા પોલીસ સ્ટેશન આવ્યો હતો અને પીઆઈ વી.યુ.ગડરીયાને મળીને સમગ્ર હકીકત વર્ણવી હતી. રાઈટર તરીકે વેપારીઓ પાસેથી તોડ કરતો હોવાની જાણ થતાં પીઆઈ પણ ચોંકી ગયા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ૨૧ હજારના સોફાની સાથે કુલદીપે રોહિતના મિત્રને પોલીસમાંથી બાઈક અપાવવાના બહાને ૮ હજાર રૂપિયા પણ ખંખેરી લીધા હતા.

Read About Weather here

જે બાદ પીઆઈએ આ મામલે યુવકને શોધી કાઢવા માટે આદેશ કર્યાં હતા. અને આખરે કુલદીપને પોલીસે ઝડપી પાડ્યો હતો. અને તેની સામે ખંડણીનો ગુનો નોંધીને વધુ પુછપરછ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here