ટંકારમાં પૈસાની લેતી દેતી બાબતે સાળા બનેવી પર શખ્સનો હુમલો
વળતા હુમલામાં શખ્સ પણ ઘવાયો ; રૂ. ૮ હજારનું રૂ. ૨૦ હજાર વ્યાજ માંગતા બબાલ થઈ
ટંકારા તાલુકાના છાપરી ગામ પૈસાની લેતીદેતીમાં સાળા બનેવી ઉપર એક શખ્સે હુમલો કર્યો હતો હુમલામાં સાળા બનેવી સહિત હુમલાખોરને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા
Subscribe Saurashtra Kranti here
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ટંકારાના છાપરી ગામે રહેતા દાદુભાઇ તારમહમદભાઇ ચૌહાણ (ઉ.વ.40) અને તેના બનેવી બેચર ઝીણાભાઈ ચૌહાણ (ઉ.વ.35) સાથે પૈસાની લેતીદેતી મામલે રાજન કાસમભાઈ સમપોત્રાએ ઝઘડો કરી હુમલો કર્યો હતો
હુમલામાં દાદુ ચૌહાણ અને બેચર ચૌહાણ ઇજા પહોંચી હતી જ્યારે મારામારીમાં વળતા પ્રહરમાં રાજન સમપોત્રા (ઉ.વ.28)ને પણ ઇજા પહોંચી હતી મારામારીમાં ઘવાયેલા ત્રણેય ને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Read About Weather here
પ્રાથમિક પૂછપરછમાં રાજન સમપોત્રાની માતા પાસેથી પૈસા રૂ.8 હજાર વ્યાજે લીધા હતા. રૂ.5 હજાર ચૂકવી દીધા હોવા છતાં રૂ.20 હજાર વ્યાજ સહિત ચૂકવવાનું કહી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ અંગે પોલીસે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here