પેપર ફૂટવાથી દોઢ લાખ નોકરી વાચ્છુંના સ્વપ્ન રોળાયા

પેપર ફૂટવાથી દોઢ લાખ નોકરી વાચ્છુંના સ્વપ્ન રોળાયા
પેપર ફૂટવાથી દોઢ લાખ નોકરી વાચ્છુંના સ્વપ્ન રોળાયા

આપ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

હેડકલાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતિ અંગે પગલા લઈને ભવિષ્યની પરીક્ષાઓની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા આપ યુથ પ્રેસીડેન્સ રાજકોટ જિલ્લા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આમ આદમી પાર્ટી-ગુજરાત યુથ વિંગે ઠાલવ્યો આક્રોશ

હેડ કલાર્કની જેમ અન્ય પરીક્ષાઓના પણ પેપરો લીક થયાની આશંકા દર્શાવીને આકરા પગલાની માંગ

ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં તા.૧૨/૧૨/૨૧ ના રોજ 186 જગ્યા માટે લવાયેલી હેડક્લાર્કની પરીક્ષાનું ૨૦૦ ગુણનું પેપર ફૂટી જવા પામ્યું હતું. લગભગ દોઢ લાખ જેટલા વિદ્યાથીઓ પોતાની મહેનતને અંતે આ પરીક્ષા વા માટે ગુજશતના નિશ્ચત ક ૨ેલા બન્ટશે પ ૨ પરીક્ષા દેવા પહોંચ્યા હતા. જેમના સ્વપ્નો રોળાઈ ગયા છે, એવો આમ આદમી પાર્ટી-ગુજરાત યુથ વિંગ દ્વારા આક્રોશ ઠાલવાયો છે.

પેપરના  આગળના દિવસે તા -૧૧/૧૨/૨૧ ને શનિવારની રાત્રીએ હિંમતનગરના ફાર્મહાઉસ ખાતે જુદા જુદા વાહનો દ્વારા ૧૬ જેટલા વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા. તેમને સ્થળે ભેગા કરીને કોઈ જાણકાર કે તજજ્ઞો દ્વારા પેપરના કુલ ૨૦૦ પ્રશ્નોના સાચા જવાબ એક અલગ કાગળમાં લખાવવામાં આવ્યા હતા. જુદા જુદા પુસ્તકોને આધારે વહેલી સવાર સુધીમાં પેપર સોલ્વ કરાવી દઈને તેમને પોતાના પરીક્ષાના સ્થળે જવા માટે રવાના કરી દેવાયા હતા. આમાંના કોઈ વિદ્યાર્થીઓએ પોતાની પાસે રહેલા જવાબો તા.૧૨/૧૨/૨૧ના રોજ પરીક્ષાના સમયથી લગભગ પોણા બે કલાક અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી લીક કરેલા હતા. આને શું કહેવાય? આ ક્યાંનો ન્યાય?

આજ સુધી પેપર ફૂટવાની પરંપરાએ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ પર બહુ મોટો આઘાત કર્યો છે. હેડ ક્લાર્કનું આ લીક થયેલ પેપર ૧૦ લાખથી ૧૪ લાખમાં વેચાયું છે. પેપર હિમતનગરથી સુરેન્દ્રનગર, વડોદરા, કચ્છ અને ભાવનગર સુધી પહોચ્યું હોવાનું અને ભાવનગરમાં પણ વિદ્યાર્થીઓને વાહન દ્વારા પરીક્ષાના સ્થળે પેપરના જવાબો કંઠસ્થ કરાવીને જે-તે સેન્ટર પર મોકલાયા હોવાનું જાણવા મળે છે. હવે હિંમતનગરથી માત્ર ૧૬ ની સંખ્યા જાણવા મળી છે, પરંતુ એવું પણ શક્ય છે કે ૧૮૬ જેટલા ઉમેદવારો કે તેનાથી વધારે ઉમેદવારોને આ પેપર વેચવામાં આવ્યું હોય!! જો આમ જ થયું હોય તો રાત-દિવસના ઉજાગરા કરી મહેનત કરનારા વિદ્યાર્થીઓનું શું?

Visit Saurashtra Kranti Homepage here

હેડકલાર્કના લીક થયેલા આ પેપર અંગે પેપરના દિવસે સચિવને પણ ટેલીફોનીક જાણ કરેલ પરંતુ તેમના દ્વારા જે ઝડપથી કાર્યવાહી થવી જોઈએ એ ઝડપથી થઇ શકેલ નથી. વળી ગુજરાતમાં અત્યાર સધી તમામ પરીક્ષાઓમાં પેપર ફૂટતા રહ્યા છે. ઘણીવાર કેટલાક સીમિત વિદ્યાર્થીઓ હોય છે અને માહિતી ખુબ જ ગોપનીય રહે છે, તેથી સત્ય બહાર આવતું નથી અને ચોક્કસ પુરાવાઓ હોતા નથી, તેથી કાર્યવાહી થઇ શકતી નથી. થોડા સમય પહેલા લેવાયેલી સ્ટાફનર્સ, સબ ઓડીટર અને જામનગર જિલ્લા દ્વારા લેવાયેલ એમપીએચડબ્લ્યુની પરીક્ષાના પેપરો પણ આ જ પદ્ધતિથી લીક થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Read About Weather here

ગુજરાતની દરેક પરીક્ષા આવા લેભાગુ તત્વોથી દુષિત થાય છે અને પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ થાય છે. કારણ કે, સરકાર ઉન્હેં છે. સિસ્ટમમાંથી કોઈક તો સંકળાયેલું હોય ત્યારે આવા મહત્વના પેપરો ફૂટી શકે છે. પેપર ફૂટ્યા પછી ડેમેજ કન્ટ્રોલ કરવાના જેટલા પ્રયત્નો થાય છે, એટલા પ્રયત્નો જો પહેલેથી જ કરવામાં આવે તો કદાચ પેપર ન ફૂટે!! પરિણામે આગામી સમયમાં જો સરકાર દ્વારા આવા તત્વો સામે આકરા હાથે કામ લેવામાં નહિ આવે તો ફરીવાર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને મેદાનમાં આવવાની ફરજ પડશે, એવી ચેતવણી પણ અંતમાં આમ આદમી પાર્ટીની ગુજરાત યુવા વિંગ દ્વારા આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here