પેધી ગયેલા નેતાઓની મીઠી મધુર વાણીથી લપસી ન પડતા પાટીલજી…!

પેધી ગયેલા નેતાઓની મીઠી મધુર વાણીથી લપસી ન પડતા પાટીલજી…!
પેધી ગયેલા નેતાઓની મીઠી મધુર વાણીથી લપસી ન પડતા પાટીલજી…!

કાર્યકર્તાઓએ ભાજપ વડા પાટીલને બધી મનની વાત કરી દીધી પણ…
લોકસભામાં ભાજપને બેમાંથી 200 બેઠકે પહોંચાડવામાં કાર્યકરોની જ હિમ્મત, લગન અને પરિશ્રમ જવાબદાર છે
પોતાની જ સરકાર પર ‘સર્જીકલ સ્ટ્રાઇક’ બાદ હવે નવું શું?
શું ભાજપના પ્રદેશ પ્રમુખ પક્ષનાં કાર્યકરોની દાદ ફરિયાદો મુજબ પગલા લઇ શકશે?: ભાજપનાં વર્તુળો સહિત સમગ્ર રાજયનાં રાજકીય વ્યૂહ બાજોમાં અનુમાનોની આંધી ઉઠી

ગુજરાત ભાજપમાં અણધાર્યા અને અકલ્પનીય રાજકીય પગલા લેવાયા બાદ પ્રારંભિક ધુંધવાટ પછી અત્યારેતો શાંતી પ્રવર્તી રહી છે. પદડા પાછળ જે કાંઇ રાજકીય રમતો ચાલતી હોય પણ ભાજપની શીસ્તની તલવારથી ડરીને રાજકીય ખેલંદાઓ હજુ સુધી તો પદડા પાછળ જ રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

પોતાની જ સરકાર પર ભાજપના મોવડી મંડળે મોટા પાયે ધરમુળથી ‘રાજકીય સર્જીકલ સ્ટ્રાઇક’ કર્યા બાદ જોઇએ એવા કડાકા ભડાકા થયા નથી. એવું શું કામ નથી થયું તેના કારણમાં ભાજપનાં આંતરીક સુત્રો એવું અભિપ્રત કરી રહયા છે

કે, અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ અને અવનવા ઓચીંતા નિર્ણયો લેવા માટે જાણીતા સી.આર.પાટીલે પક્ષના કાર્યકરોને એવો આહવાન આપ્યું હતું કે, પક્ષના કાર્યકરો પોતપોતાના વિસ્તારો અને નેતાગીરી વિશે જયારે જરૂર પડે ત્યારે પક્ષ પ્રમુખ સમક્ષ એમની વાત ખુલ્લા મને પહોંચાડવા માટે સ્વતંત્ર છે.

પક્ષ પ્રમુખના ખુલ્લા આમંત્રણનો લાભ લઇને ગુજરાતમાં પણ ભાજપનાં નિષ્ઠાશીલ અને પાયાના વફાદાર કાર્યકરો મોકળા મને એમના મનની વાત પાટીલજી સમક્ષ પહોંચાડી છે અને મન ઠાલવી દીધુ છે.

\ત્યારે હવે શું થશે તેની ચર્ચા અને ગણગણાટ ભાજપના કાર્યકર ગણમાં ચાલી રહયા છે. એ વિશે વિશ્ર્લેષણ કરવાનું રસપ્રદ બનશે કેમ કે, અનેક પ્રકારના રાજકીય તર્કની ચર્ચા ચાલુ થઇ ગઇ છે.

મુખ્યત્વે એ મુદ્ા પર ચર્ચા થતી જણાય છે કે, કાર્યકરોએ મન ઠાલવ્યું છે અને જે રજૂઆતો કરી છે એ વિશે ભાજપના પ્રદેશ પ્રમુખ કાર્યકરોને સંતોષ થઇ જાય એવા પગલા લઇ શકશે ખરા? કોઇ નવો રાજકીય સાહસીક નિર્ણય લઇ શકશે ખરા?

આ વિશે અનેક અનુમાનોની આંધી ઉઠી રહી છે અને કાર્યકરો હવે એમની રજૂઆતોની કેવી અસર થાય છે અને એમની વાત મુજબ પગલા લેવાય છે કે એ વિશે મોવડીઓ તરફ મીટ માંડીને રાહ જોઇ રહયા છે.

ભાજપમાં પેધી ગયેલા નેતાઓ સામે પક્ષનાં જૂના કાર્યકરોએ પ્રમુખ સમક્ષ ખુબ જ રોષ ઠાલવ્યો હોય એવી વાતો પણ ધીરેધીરે લીક થઇને બહાર આવી રહી છે. પેધી ગયેલા તત્વોની કાર્યશૈલી, ભાજપના પાયાના કાર્યકરોની સતત થતી અવગણના,

લોક પ્રશ્ર્નોની રજૂઆતો કર્યા પછી પણ એ પ્રશ્ર્નો તરફ સતત સેવાતી ઉપેક્ષાની લાગણી જેવા મુદ્ાઓ પક્ષ પ્રમુખ સુધી પહોંચી ચૂંકયા છે. વર્તમાન ભાજપી પ્રદેશ પ્રમુખ કોઇજાતની કોઇ પ્રકારની રાજકીય બિક વગર ખુલ્લા મને વાત કહેવા અને પગલા લેવા ટેવાયેલા છે.

જયારે પાયાના કાર્યકરોને એવી આશા છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ પક્ષમાં પેધી ગયેલા નેતાઓની મીઠી મધુરી વાણીને કારણે લપસી નહીં પડે અને એમની મધુર વાણીના ચકરાવવામાં ફસાઇ નહીં જાય.

ભાજપના કાર્યકરોની આશા ફળીભૂત થાય છે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ બની જશે. નવી સરકાર અને નવા ચહેરા આવ્યા છે એ સમયે ભાજપમાં પેધી ગયેલા નેતાઓની લોબી પર પ્રદેશ પ્રમુખ સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે છે કે કેમ? એ દિશા તરફ ભાજપના કાર્યકરોની જેમ રાજકીય નિરીક્ષકો પણ આતુરતાથી નજર માંડીને બેઠા છે.

પક્ષના કાર્યકરો ઇચ્છે છે કે, પક્ષમાં કોઇ વ્હાલા, દવલા ગીરી થવી જોઇએ નહીં. દરેક કાર્યકરનું માન, સન્માન જળવાઇ રહેવું જોઇએ, જે કોઇ લોકપ્રશ્ર્નો કાર્યકરો રજૂ કરતા હોય એ સમજી વિચારીને કરતા હોય છે

કેમ કે, આ તમામ કાર્યકરો ગ્રાસરૂટ કક્ષાના હોય લોકો સાથે સિધ્ધો અને જીવંત નાતો ધરાવતા હોય છે એટલે એમણે રજૂ કરેલા પ્રશ્ર્ન હલ ન થાય તો એમનો લોકો સાથેનો જીવંત સંપર્ક નબળો પડી શકે અને સરવાળે લાંબા ગાળે ખુદ ભાજપને જ રાજકીય નુકસાન થઇ શકે છે.

એટલે જ પાટીલ જેવા ભડભાદર નિર્ણય લેવા ટેવાયેલા પક્ષ પ્રમુખ પાસે કાર્યકરો બહુ મોટી આશા રાખીને બેઠા છે. ભાજપ મુળભુત રીતે કેડર પાર્ટી રહી છે. સંસદની બે બેઠકથીમાંડીને 250 બેઠક સુધી ભાજપને પહોંચાડવામાં તેના અદના કાર્યકરોનો જ સિંહ ફાળો રહયો છે

એવું ખુદ ભાજપના ટોચના કાર્યકરો અવાર-નવાર કબુલ કરતા રહે છે. ભાજપને ખુબ નિષ્ઠાશીલ અને વફાદાર કાર્યકરોની ફૌજ મળી છે. જેની મહેનત, લગન, નિષ્ઠા અને પરિશ્રમની પાંખ પર સવાર થઇને ભાજપે દિલ્હીમાં સત્તા મેળવી છે

અને જે રાજયોમાં કદી સત્તા નહોતી મળતી એવા રાજયોમાં પણ સત્તા સ્થાને બિરાજવામાં તે સફળ થયો છે તેની પાછળ તેના કાર્યકરોની અને પાયાના વર્ષો જૂના વફાદાર કાર્યકરોની મહેનત જ યશ ભાગી છે.

Read About Weather here

એટલે પાટીલે કાર્યકરોની મનની વાત સાંભળવી જ પડશે. ભાજપ માટે અને તેમની પ્રગતિ માટે કાર્યકરો કેટલા મહત્વના છે એ પાટીલજી સારી રીતે જાણતા જ હશે એટલે પેધી ગયેલી નેતાગીરી ચીકણી વાતોમાં લપસી પડીને પાટીલજી ગેરમાર્ગે નહીં દોરવાય એવી ભાજપના કાર્યકરો આશા રાખીને બેઠા છે.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here