પેગાસસની જાસુસીથી પત્રકાર આલમમાં ઘુઘવાટ

પેગાસસની જાસુસીથી પત્રકાર આલમમાં ઘુઘવાટ
પેગાસસની જાસુસીથી પત્રકાર આલમમાં ઘુઘવાટ

જાસૂસી કાંડની તપાસ સુપ્રીમ હસ્તક કરવા માંગણી: દેશભરની પત્રકાર આલમમાં ભારે વિરોધ વાવંટોર
પેગાસસ જાસૂસી યંત્રથી અનેક પત્રકારો નિશાન બન્યાની શંકા: સુપ્રીમનાં માર્ગદર્શન હેઠળ સ્વતંત્ર ઉંડી તપાસ યોજવા માંગણી

દેશમાં અટલી બધી મોટી સંખ્યામાં પત્રકારો અને રાજકીય નેતાઓની જાસૂસી થાય એ ઘટનાને ખુબ જ અજંપાભરી જણાવતા દેશની ટોચની પત્રકાર સંસ્થા એડિટર ગીલ્ડ ઓફ ઇન્ડિયાએ પેગાસસ જાસૂસી કાંડની તપાસ સુપ્રીમના માર્ગદર્શન હેઠળ કરાવવા જોરદાર માંગણી કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ જાસૂસી કાંડની સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન મુજબ સ્વતંત્ર અને નિસપક્ષ તપાસ થવી જોઇએ. તેવો ગીલ્ડ દ્વારા ભારત સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે.દરમ્યાન દેશભરની અખબારી આલમમાં જાસૂસી કાંડથી ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

પ્રેસ કલબ ઓફ ઇન્ડિયા, મુંબઇ પ્રેસ કલબ અને ભારતીય મહિલા પ્રેસ કોર જેવી સંસ્થાઓએ પત્રકારો, પ્રધાનો, નેતાઓ વગેરેની જાસૂસીના કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢયું છે.

લીક થયેલો ડેટા દર્શાવે છે કે, હિન્દુસ્તાન ટાઇમ ઇન્ડિયા ટુડે, નેટર્વક 18, ધી હિન્દુ દૈનિક અને ઇન્ડિયન એકસપ્રેસ સહિતના ટોચના મીડિયા ગ્રૃપના તંત્રીઓ અને પત્રકારોને નીશાન બનાવવામાં આવ્યા હતા.

એડિર્ટસ ગીલ્ડના નિવેદનમાં દર્શાવ્યું હતું કે, વ્યાપક પ્રમાણમાં પત્રકારો અને સમાજના વિવિધ વર્ગો પર કહેવાતી સરકારી એજન્સી દ્વારા મોટા પાયે જાસૂસી કરવામાં આવે એ અહેવાલોથી ગીલ્ડને ખુબ આધાત લાગ્યો છે.

પેગાસસ નામનું યંત્ર ઇઝરાયેલની એનએસઓ કંપનીએ બનાવ્યું છે. વિશ્ર્વમાં અનેક સરકારોએ જાસૂસી માટે પેગાસસ જાસૂસી યંત્રનો ઉપયોગ કર્યો છે. ઇઝરાયેલની સંસ્થાએ ખુદ કહયું છે કે, ઇઝરાયેલની સરકાર કહે એ દેશની સરકારોને જ આ યંત્ર આપવામાં આવે છે.

ત્યારે એવી શંકાદ્રઢ બને છે કે, ભારત સરકારની એજન્સીઓ દ્વારા દેશના અગ્રણી નાગરીકો પર જાસૂસી કરવામાં આવતી હતી.અન્ય તમામ સંગઠનોએ એવો આક્ષેપ કર્યો છે કે, જાસૂસી કાંડ એ અખબારી આઝાદી પર સિધા આક્રમણ સમાન છે.

Read About Weather here

ટોચના પત્રકારો અને સામાજીક અગ્રણીઓને નિશાન બનાવવામાં આવે એ વાણી અને અભિવ્યકિતના બંધારણીય અધિકાર પર ઉધાડી તરાપ સમાન છે. જો સરકારો આવી રીતે બંધારણીય અધિકારને દબાવવાના પ્રયાસો કરે તો બંધારણીય લોકશાહી ટકી જ ન શકે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકોરોના સામેની જંગમાં ભારતની મહત્વની સફળતા
Next articleપંજાબમાં સિધ્ધુનું શકિત પ્રદર્શન, સુવર્ણ મંદિરમાં માથુ ટેકવ્યું