રાજકોટ ગોંડલ ચોક નજીક આજે રાત્રિના સમયે ટ્રાફિક સમસ્યા સર્જાતા વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જાતે પોતાની કારમાંથી નીચે ઉતરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને લોકોને મદદરૂપ બન્યા હતા.
Read Local News / Articles : Saurashtra , Gujarat
પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષનેતા પરેશ ધાનાણી આજે રાજકોટ ખાતે એક પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ પરત જતા હતા આ સમયે ગોંડલ ચોક નજીક પહોંચ્યા ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેથી હેવી વાહનો અને મોટર કાર આગળ વધી શકતી ન હતી. પરંતુ આ સમયે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પોતાની કારમાંથી નીચે ઉતરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
Read About Weather here
છેલ્લા ઘણા સમયથી ગોંડલ ચોક ખાતે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાતા હોય છે. ઉલ્લેખનીય છે કે, આ સાથે રાજકોટના ગોંડલ રોડ પર આવેલ ટ્રાય એન્ગલ બ્રિજ ખાતે પણ ટ્રાફિક સમસ્યા સર્જાતા બે વિદ્યાર્થિનીઓએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જે વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here