પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની રોડ-શોમાં સૂચક ગેરહાજરી, ભાજપમાં હડકંપ

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની રોડ-શોમાં સૂચક ગેરહાજરી, ભાજપમાં હડકંપ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની રોડ-શોમાં સૂચક ગેરહાજરી, ભાજપમાં હડકંપ

પૂર્વ મુખ્યમંત્રીની ગેરહાજરીને પગલે ગરમાગરમ રાજકીય ચર્ચાઓની આંધી શરૂ: એરપોર્ટ પર મુખ્યમંત્રીનાં સત્કારમાં પણ હાજર ન રહેતા ભારે અનુમાનો અને અટકળો શરૂ
ભાજપનાં મોવડી મંડળમાં ચર્ચા અને મનોમંથનનો વિષય બનવાની શક્યતા, આગામી દિવસોમાં મોટી નવાજુનીનાં એંધાણ

રાજકોટમાં શુક્રવારે સવારે યોજાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં રોડ-શોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચક ગેરહાજરીને પગલે એકાએક રાજકીય ગરમાવો આવી ગયો છે. એરપોર્ટ પર અને રોડ-શોમાં રૂપાણી હાજર ન રહેતા ભારે રાજકીય ચર્ચાઓ, અટકળો અને અનુમાનો શરૂ થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

રૂપાણીની ગેરહાજરીથી રાજકીય પક્ષો અને મીડિયામાં અનેક જાતનાં તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે. રાજકોટ પરંપરાગત રીતે ભાજપનો ગઢ માનવામાં આવે છે અને ગઢ રહ્યો પણ છે.

છેલ્લા થોડા સમયથી અને ખાસ કરીને વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ ગુમાવ્યા બાદ જુથવાદની આગ ભાજપને લપેટી ગઈ હોવાની ચર્ચા થતી રહે છે. પક્ષનાં ટોચનાં નેતાઓ જૂથબંધીનો ઇન્કાર કરતા રહે છે.

પરંતુ છાશવારે ભાજપની આંતરિક અસંતોષની આગનાં લબકારા બહાર દેખાઈ આવે જ છે અને રોડ-શો પરથી ફરી એવું દેખાઈ આવ્યું છે અને જૂથબંધીનાં લબકારા બહાર આવી ગયા છે એવું ખૂદ ભાજપને અંદરથી જાણનારા સુમાહિતગાર રાજકીય સુત્રો કહીં રહ્યા છે.

આજે રોડ-શો એ હકીકત ફરીથી સપાટી પર લાવીને મૂકી દીધી છે કે રાજકોટ શહેર ભાજપને જુથવાદનો ફાસલો વધુને વધુ મૂંજવી રહ્યો છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ રોડ-શોમાં આવ્યા હતા.

મુખ્યમંત્રીની પાસે ઉભા રહીને થોડા સમય માટે રોડ-શોમાં ભાગ લીધો હતો પોતાના જ વતન અને મત વિસ્તારમાં પોતાના પક્ષનાં જ રોડ-શોમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ હાજર રહેવાની ટાળી દીધું એ દર્શાવે છે કે, ભાજપમાં બધું સબસલામત નથી.

આ સૂચક ગેરહાજરી ઘણા બધા રાજકીય સંકેતો પુરા પાડી રહી છે અને આગામી દિવસોમાં અનેક પ્રકારની રાજકીય નવાજૂની થવાના ભણકારા અત્યારથી સંભળાવા લાગ્યા છે. તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

રાજકીય સુત્રોનાં અનુમાનો પર દ્રષ્ટિપાત કરીએ તો એવું દેખાઈ છે કે, સીએમ અને સીઆર જેવા ભાજપનાં શક્તિશાળી નેતાઓ અને પાંચ-પાંચ મંત્રીઓ હાજર રહ્યા હોય એવા રાજકીય શક્તિ પ્રદર્શન સમાન રોડ-શોને ધારણા મુજબ સફળ કરાવવામાં શહેર ભાજપને સ્પષ્ટપણે નિષ્ફળતા મળી છે.

રૂપાણી અને વજુભાઈ વાળા જેવા સિનિયર નેતા રોડ-શોમાં જવાને બદલે સીધા ડીએચ કોલેજનાં કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. જ્યાં વજુભાઈ વાળા અને વિજય રૂપાણીએ હાથ જોડી વંદન કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું.

રાજકોટ મહાનગર એક એવી મોજીલી નગરી છે. જ્યાં સામાન્ય તમાશો હોય તો પણ લોકોનાં મોટા ટોળા એકઠા થઇ જતા હોય છે. ત્યારે શક્તિશાળી પક્ષનાં મહત્વનાં રોડ-શોમાં શહેરીજનોએ હાજર ન રહીને ડહાપણ બતાવ્યું હોય એ પણ ચર્ચાઈ રહ્યું છે.

Read About Weather here

કોરોના મહામારી એકાએક ઝડપથી ફેલાઈ રહી છે અને ફરીવાર સંક્રમણનાં કેસો ઉછાળો મારી રહ્યા છે ત્યારે શહેરીજનોએ ભીડથી બચવા માટે રોડ-શોમાં હાજર નહીં રહેવાનું મુનાસીબ માન્યું છે. એવું શહેરભરમાં ચર્ચાઈ રહ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here