સૌરાષ્ટ્રનાં અને રાજકોટનાં કદાવર તથા દિગ્ગજ નેતા કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ અને શહેર કોંગ્રેસનાં બે કોર્પોરેટર આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત જોડાઈ ગયા છે. આ રીતે વિધાનસભાની ચૂંટણીઓ સાવ નજીક છે એ સમયે કોંગ્રેસમાં બહુ મોટું ભંગાણ પડતા સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં કોંગ્રેસ સંગઠનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે અમદાવાદ ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ઇન્દ્રનીલ રાજયગુરૂએ એમની ટીમનાં વશરામ સાગઠીયા અને બીજા કોર્પોરેટર કોમલબેન ભારાઈ સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. ઇન્દ્રનીલ અને એમની ટીમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ તકે ખાસ પત્રકાર પરિષદમાં બોલતા ઇન્દ્રનીલ રાજયગુરૂએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની વિચારધારાથી પ્રભાવિત થઈને મેં ‘આપ’માં પ્રવેશ કર્યો છે. કેમકે કેજરીવાલ દેશના આમ આદમી માટે લડે છે. કોંગ્રેસમાં મારી કોઈ અવગણના થતી હતી કે કોઈ સાંભળતું ન હતું એવું નથી. મેં ‘આપ’માં જોડાવવાનો નિર્ણય વિચારધારાની દ્રષ્ટિએ લીધો છે. ઇન્દ્રનીલે કોંગ્રેસ છોડવાના કારણો દર્શાવતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી આમ જનતા માટે લડે છે એટલે કોઈ વ્યક્તિગત વાંધો હોવાથી કોંગ્રેસ છોડી નથી પણ ભાજપને પરાસ્ત કરવાના પ્રયાસોમાં કોંગ્રેસ ઉણી ઉતરે છે એવું મને લાગ્યું હતું. એટલે ગુજરાતનાં હિતમાં મેં નઆપથ માં જોડાવવાનું નક્કી કર્યું છે. આમ આદમી પક્ષની નહીં લોકોની સરકાર બને એ દિશામાં આગળ વધે છે. એમના માટે પક્ષ મોટો નથી પણ આમ આદમી મોટો છે.
એટલે આમ આદમીની સરકાર બને એવી અમને વિચારધારા છે. મારૂ જાહેર જીવન પણ હંમેશા લોકો માટે રહ્યું છે. લોકો માટે જ કામ કરવું તેને મેં પ્રાધાન્ય આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી એવું દિલ્હી અને પંજાબમાં જીત મેળવીને પુરવાર કર્યું છે. પંજાબમાં વિજય બાદ ગણતરીનાં દિવસોમાં જ મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન શરૂ કરે છે અને એવી હેલ્પલાઈન શરૂ કરે છે કે જે વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો સીધી મુખ્યમંત્રીને જાણ કરી શકાય છે. ગુજરાતમાં તો આવું કદી બને જ નહીં. એટલે મને પ્રજા માટે અને ગુજરાતનાં હિત માટે આમ આદમી પાર્ટી સારી લાગી છે. તેમણે સ્પષ્ટ દર્શાવ્યું હતું કે, ગુજરાતનું હિત જોનારા દરેક આગેવાને ‘આપ’માં જોડાઈ જવું જોઈએ. નરેશભાઈ પટેલનાં કોંગ્રેસમાં જોડાવા અંગેનાં પ્રશ્ન થતા ઇન્દ્રનીલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, નરેશભાઈ પટેલ એ મારા કરતા વધુ સારી રીતે વિચારી શકે છે તેઓ મારા મિત્ર છે.
એમનું કોંગ્રેસમાં જોડાવવાનું હજુ નક્કી નથી પણ તેઓ જે કોઈ નિર્ણય લેશે તે સર્વશ્રેષ્ઠ હશે તેમ માનું છું. એક સવાલનાં જવાબમાં ઇન્દ્રનીલે સ્પષ્ટ કહ્યું હતું કે, નરેશ પટેલ જો ‘આપ’માં જોડાઈ તો મારૂ કદ વધશે ઘટશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, નરેશભાઈ પટેલ જેવા સારા લોકોએ લોકોનાં કામ કરવા હોય તો એમના માટે આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ છે. તેમણે કહ્યું હતું કે, આગામી દિવસો આમ આદમી પાર્ટીનાં છે. પ્રાઈવેટ હોસ્પિટલને ડોકટરો મળે તો સરકારી હોસ્પિટલમાં ડોકટરો કેમ ન મળે? આજે હું સૌ કોંગ્રેસ અને ભાજપનાં કાર્યકરો અને આમ આદમીને જે લોકો મારામાં વિશ્વાસ રાખતા હોય અને નીડર ઉભા રહેવાનો અનુભવ કર્યો હોય તેઓ સહુ આમ આદમી પાર્ટીમાં જોડાઈ તેવું હું ઇચ્છું છું. ભાજપ ગુજરાતની પ્રજાને ગમતું નથી, કોંગ્રેસ દમ બતાવતી નથી અને નઆપથ સહુને ગમે છે.
એટલે હું એ વિચારથી જોડાયો છું. હું કોઈ સોદાબાજી કરતો નથી કે સોદો થયો નથી. હું સોદાનો માણસ નથી. વિધાનસભાની ચૂંટણી લડવા અંગે તેમણે કહ્યું હતું કે, હું પાર્ટી કહે તો ચૂંટણી લડીશ. મારા માટે એમએલએ બનવું એ કરતા લોકો અને પક્ષની સેવા કરવી એ વધુ મહત્વનું છે. એમએલએ તો હું ત્યાં પણ બની શક્યો હોત પણ ચૂંટણી લડવી, ધારાસભ્ય બનવું તેના કરતા વિચારધારા માટે લડત ચાલુ રાખવાનું કામ મારા માટે વધુ અગ્રતા ધરાવે છે. ઇન્દ્રનીલની ટીમનાં સભ્ય અને રાજકોટનાં કોર્પોરેટર વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં પહેલીવખત આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાની ચૂંટણી લડી અને બીજા નંબરે રહી છે. અમે ગઈકાલે કેજરીવાલજીને મળ્યા હતા અને નઆપથ માં જોડાઈ જવાનો નિર્ણય કર્યો હતો. શિક્ષણની નીતિ અને આરોગ્ય અંગેની માહિતી અમે મેળવી હતી.
Read About Weather here
ગામડાની સ્કૂલો પણ જોઈ કેજરીવાલજીનાં વિચારો રાષ્ટ્રવાદી છે. પંજાબમાં તેમણે ઠરાવ કરીને ડો.આંબેડકર અને શહીદ ભગતસિંહની તસ્વીરો સરકારી દફતરોમાં લગાવડાવી છે એ જોઇને આનંદ થયો. હું ગુજરાતનાં દલિત સમાજને અપીલ કરું છું કે, વિશ્ર્વનાં શ્રેષ્ઠ એવા આપણા દેશના બંધારણનું રક્ષણ કરવું હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાવ. ગુજરાતનાં મુખ્યમંત્રી ખૂદ કબુલે છે કે, ભ્રષ્ટાચારમાં રાજ્યમાં પોલીસ ખાતું અવ્વલ નંબરે અને રેવન્યુ વિભાગ બીજા નંબરે છે. એ હકીકત ખૂબ શરમજનક છે. રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસની દશા વધુ કંગાળ બની ગઈ છે. ગયા વખતે કોંગ્રેસનાં માત્ર ચાર કોર્પોરેટર ચૂંટાયા હતા. તેમાંથી બે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેમણે હજુ કોર્પોરેટર પદેથી રાજીનામાં આપવાના બાકી છે. અત્યારે મનપામાં કોંગ્રેસનું સંખ્યાબળ ચારમાંથી ઘટીને બે થઇ ગયું છે અને મનપામાં નામશેષ જેવી સ્થિતિ થઇ ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here