પુસ્તક-પ્રેમી કોર્પોરેટરો!

પુસ્તક-પ્રેમી કોર્પોરેટરો!
પુસ્તક-પ્રેમી કોર્પોરેટરો!

લોકપ્રશ્ર્નો પર છવાયેલી રહી લાયબ્રેરીની ગપસપ!!
કોંગ્રેસ પાસે પ્રશ્ર્નોતરી કરવાનું જ્ઞાન જ નથી : જયમીન ઠાકર
પ્રજાના કામ ન કરવા કોર્પોરેટરની માનસિકતા છતી થઈ; પૂર્વ વિપક્ષ નેતા
મનપાની જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્ર્નો ભુલાયા, લાયબ્રેરીના પ્રશ્ર્નોની માત્ર ચર્ચા: તુ-તુ, મે-મે વચ્ચે અધ્યક્ષે આઠ કામોને બહાલી આપી દીધી

રાજકોટ મહાનગપાલિકાના સ્વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર પ્રદિપ ડવનાં અધ્યક્ષ સ્થાને મળેલ જનરલ બોર્ડમાં ભાજપના 12 અને કોંગ્રેસના 2 મળી કુલ 14 કોર્પોરેટર 34 પ્રશ્ર્નો રજૂ કર્યા હતા.જેમાં કોવિડ વેક્સીનેશન, ટી.પી. પ્લોટ, સફાઇ, ટીપરવાન, રોશની,પાણી – ગટર સહિતના વિભાગોના પ્રજા લક્ષી પ્રશ્નો કરવાની જગ્યાએ શાસક પક્ષે માત્ર 1 કલાકનો સમય વેડફી નાખતાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

એક કલાકમાં પુસ્તકલાય ઉપર ચર્ચાઓ કરી નાટક કર્યા હતા.જનરલ બોર્ડના પ્રશ્ર્નોેત્તરી ક્રમમાં સૌ પ્રથમ વોર્ડ નં. 7ના કોર્પોરેટર અને વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગ માંકડનાં મ.ન.પા. હસ્તક કેટલી લાયબ્રેરી છે ? તેના કુલ સભ્યો કેટલા ? કેટલા હરતા ફરતા પુસ્તકાલયો છે તેના કુલ કેટલા સભ્યો ? એ બે પ્રશ્ર્નોેથી ચર્ચાનો પ્રારંભ થયો હતો.

બાદમાં વોર્ડ નંબર 2 ના જયમીન ઠાકર, મનીષ રાડીયા નેહલ શુકલે પણ લાયબ્રેરી અંગેના પ્રશ્ર્નોે પૂછ્યા હતા.જેમાં નવા મ્યુન્સીપલ કમિશનર અરોરા અને તાંબાના અધિકારીઓએ પ્રશ્નોતરીના જવાબો આપ્યા હતા.

વોર્ડ નંબર 07 ના કોર્પોરેટર દેવાંગ માંકડે પૂછેલા લાયબ્રેરિના પ્રશ્નો અંગે જવાબ આપતા અધિકારીએ પુસ્તક ખરીદી, વાહન મેઇન્સ્ટન્સ, કાયમી કર્મચારી, કોલેજ – શાળના વિદ્યાર્થી માટેની પાસ યોજના, જનરલ રીડિંગ રમ, બેઠક વ્યવસ્થા, વાચક વર્ગનો ગ્રાફ, વાચકોની સભ્ય સંખ્યા અંગે જવાબો આપ્યા હતા.

આ પ્રશ્ર્નોતરી – જવાબો વચ્ચે અધ્યક્ષ સ્થાનેથી મેયર પ્રદીપ ડવ દ્વારા બોર્ડમાં રેન્ટલ હાઉસીંગ યોજના, આનંદનગરમાં હાઉસીંગ બોર્ડનાં જર્જરીત કવાર્ટરો તોડવા, સીતાજી, લક્ષ્મણજી ટાઉનશીપનાં શોપીંગ સેન્ટરોમાં દુકાનોની વેચાણ, ઘંટેશ્વર પરાપીપળીયા ટી. પી. સ્કીમો સહિતની કુલ 8 દરખાસ્તો અંગે નિર્ણયો લઈ બહુમિતીથી પસાર કરાવી દીધા હતા.

જનરલ બોર્ડમાં ભાજપના 66 કોર્પોરેટરોએ વિપક્ષ ચાર કોર્પોરેટરોને પ્રશ્ર્ન પૂછવાનો મોકો નહિ આપતા અંતિમ સમયે હોબાળો મચાવ્યો હતો.વોર્ડ નંબર 02 ના કોર્પોરેટરો અને વિપક્ષ વચ્ચે લાયબ્રેઈના પ્રશ્ર્ને તું – તું ,મેં – મેં થઈ હતી.મનપાની જનરલ બોર્ડમાં વિકાસ લક્ષી કાર્યોમાં વિપક્ષ નેતા ભાનું બેન સોરાણી સહિત ચારેય કોર્પોરેટર પાસે પ્રજાલક્ષી કામો કરવા માટેનું જ્ઞાન જ નથી, એટલે શાક્ષક પક્ષના હકારાત્મક પ્રશ્ર્નોત્તરી વચ્ચે ખોટા હોબાળા મચાવતા હોય છે,વિપક્ષ માત્ર મીડિયા સમક્ષ વિરોધ કરતા હોય છે, વિરોધ કરવા માટેનું પણ પૂરતું જ્ઞાન નથી.

હાલ પ્રજાના પ્રશ્ર્નો માટે એક કલાલનો સમય વધારવામાં આવે તેવી મેયર પ્રદીપ ડવને રજુઆત કરવામાં આવશે. હવે પ્રજા લક્ષી પ્રશ્નો માટે જનરલ બોર્ડ યોજાઈ તેવી રજુઆત પણ કરીશ તેવી વોર્ડ નંબર 2 ના કોર્પોરેટ જયમીન ઠાકરે જણાવ્યું હતું.

ગટરના પ્રશ્ર્ને બેનરો પહેરી વિપક્ષના ચારેય કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો.પૂર્વ કોર્પોરેટ વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે ભાજપ પહેલા બોલે છે,પછી માફી માંગે છે. મત આપે તો કામ કરવા, ન આપે તો વિકાસને રુધવો,કોંગ્રેસના કોર્પોરેટના વોર્ડમાં કામ ન કરવા તેવી તેમની નીતિ છે.

આજે પણ નવા ભળેલા ગામોમાં પાણી – ગટરના પ્રશ્નો હલ નહિ થતા અમે વિરોધ નોંધાવ્યો હતો.ભાજપ પહેલેથી જ મનસ્વી નિર્ણયો લે છે. રાજકોટમાં આજે ભાજપના વોર્ડ નં.14ના મહિલા કોર્પોરેટર વર્ષાબેન રાણપરાની સ્થાનિક મહિલા સાથે ગેરવર્તન કરતા હોવાની ઓડિયો કલીપ વાઇરલ થવા મુદ્દે કોંગ્રેસના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયા સહિત ચારેય કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો.

જનરલ બોર્ડમાં પ્રવેશ પૂર્વે પ્રિ મોન્સૂન કામગીરી, મોંઘવારી, પીવાના પાણી,ગટરના પ્રશ્ર્ને બેનરો પહેરી વિપક્ષના ચારેય કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો.પૂર્વ કોર્પોરેટ વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે ભાજપ પહેલા બોલે છે,પછી માફી માંગે છે.

Read About Weather here

મત આપે તો કામ કરવા, ન આપે તો વિકાસને રુધવો,કોંગ્રેસના કોર્પોરેટના વોર્ડમાં કામ ન કરવા તેવી તેમની નીતિ છે.આજે પણ નવા ભળેલા ગામોમાં પાણી – ગટરના પ્રશ્નો હલ નહિ થતા અમે વિરોધ નોંધાવ્યો હતો.ભાજપ પહેલેથી જ મનસ્વી નિર્ણયો લે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here