‘પુષ્પા રાજ’ કો ભી ઝૂકના પડા…!

'પુષ્પા રાજ' કો ભી ઝૂકના પડા…!
'પુષ્પા રાજ' કો ભી ઝૂકના પડા…!
એક્ટરની સાથે સાથે એક્ટ્રેસ રશ્મિકા મંદાના, ફહાદ ફાસિલ તથા સામંથા રૂથ પ્રભુ પણ ચર્ચામાં આવ્યા હતા. ટોલિવૂડ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ને કારણે ચર્ચામાં હતો. 2021માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. હવે ફિલ્મની જેમ જ રિયલ લાઇફમાં પણ પુષ્પા રાજ એટલે કે અલ્લુ અર્જુને ટ્રાફિક નિયમ તોડ્યો છે અને તેને કારણે દંડ ભરવો પડ્યો છે. હૈદરાબાદ પોલીસે દંડ વસૂલ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અલ્લુ અર્જુને ટ્રાફિક નિયમ તોડતા દંડ ભરવો પડ્યો હતો. હૈદરાબાદ પોલીસે એક્ટરની લક્ઝૂરિયસ કાર લેન્ડ રેન્જ રોવરનું ચલણ કાપ્યું હતું. એક્ટરે 700 રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, કાળા કાચવાળી કારમાં બેઠેલાં અલ્લુ અર્જુનને પોલીસે હૈદારાબાદના બિઝી સેન્ટર પાસે અટકાવ્યો હતો, કારણ કે ભારતમાં કાળા રંગના કાચ કારમાં લગાવી શકાતા નથી.

Read About Weather here

જોકે, આ બૅન હોવા છતાંય અનેક સેલેબ્સ કારમાં આનો ઉપયોગ કરે છે, પરંતુ પોલીસ પણ કડક કાર્યવાહી કરતી હોય છે. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ ગયા વર્ષે 17 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. સુકુમારના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ બોક્સઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. ફિલ્મમાં અલ્લુ અર્જુન ઉપરાંત રશ્મિકા, ફહાદ ફાસિલ, સામંથા રુથ પ્રભુ પણ લીડ રોલમાં હતાં.આ પહેલાં તેલુગુ ડિરેક્ટર ત્રિવિક્રમ શ્રીનિવાસ, કલ્યાણ રામ, જુનિયર NTR, માંચુ મનોજને પણ કારમાં કાળો રંગનો કાચ હોવાથી હૈદારબાદ પોલીસ અટકાવ્યા હતા અને દંડ ભરાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here