પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા કાલે રક્તદાન કેમ્પ

પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા કાલે રક્તદાન કેમ્પ
પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા કાલે રક્તદાન કેમ્પ

થેલેસેમિયા પીડિત બાળકોનાં લાભાર્થે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં સહયોગથી આયોજન

પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા 35 વર્ષથી રકતદાન પ્રવૃત્તિ થઇ રહી છે. 70 રકતદાન કેમ્પમાં એકવીસ હજારથી વધુ રકતદાતાઓના રકતદાન દ્વારા સાઇઠ લાખ સી.સી. રકત એકત્ર કરી રાજકોટની અલગ-અલગ બ્લડ બેંક તથા સિવિલ હોસ્પિટલના દર્દીઓને પુરૂ પાડવામાં આવેલ છે.

જે અવિરત રકતદાન પ્રવૃત્તિ બદલ ગુજરાત સરકાર દ્વારા 2003 તથા 2011 માં એવોર્ડથી સન્માન પણ કરાયું છે.

હાલમાં સમાજમાં થેલેસેમિયાના રોગથી વધુને વધુ બાળકો પીડાય રહ્યા છે, તેમના માટે લોહીની ખુબ જ જરૂરીયાત ઉભી થઇ રહી છે, ત્યારે શ્રી પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા થેલેસેમિયા પીડીત બાળકોના લાભાર્થે સ્વ. બેચરભા પાંચાભા પરમાર, સ્વ. ગાંગજીભાઇ નંદા, સ્વ. બાબુભાઇ રૈયાભાઇ સોલંકી, સ્વ. ગીરધારીભાઇ શામજીભાઇ ગોહેલ,

Read Local News / Articles : Saurashtra , Gujarat

સ્વ. જેન્તીભાઇ હંસરાજભાઇ રૂપાપરા તથા સ્વ. ગોકળભાઇ સોમાભાઇ સીતાપરાની સ્મૃતિમાં તા. ર ને રવિવારના રોજ સવારે 9 થી 1, આર્યનગર કોમ્યુનીટી હોલ, પેડક રોડ, ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

રકતદાતા ભાઇઓ- બહેનોને ગીફટ આપીને, ચંદુભા પરમાર, અલ્પેશભાઇ સોલંકી, વાલજીભાઇ નંદા, હર્ષદભાઇ ગોહેલ, કૌશીકભાઇ રૂપાપરા, નરશીભાઇ સીતાપરા પરીવાર દ્વારા રકતદાતાઓને સન્માનિત કરવામાં આવશે. રકતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

રકતદાન કેમ્પમાં રકતદાતા તથા સેવા પ્રવૃતિને પ્રોત્સાહિત કરવા રાજકીય અગ્રણીઓ, કોર્પોરેટરો, સમાજ શ્રેષ્ઠીઓ, શાળા સંચાલક તથા વિવિધ એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

Read About Weather here

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ તથા કારોબારી કમિટિ તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (બેડીપરા ઝોન) તથા કમિટી જહેમત ઉઠાવી રહેલ છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here