પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવી આપધાતનો પ્રયાસ કરનાર સામે હત્યાનો ગુનો નોંધાયા

26
આંબાવાડીમાં જુગાર રમતા આઠ શખ્સોની ધરપકડ
આંબાવાડીમાં જુગાર રમતા આઠ શખ્સોની ધરપકડ

શહેરના નાના મવા મેઈન રોડ પર શિવમ પાર્કના કર્મકાંડી યુવાન સામે પિતા સામે પુત્રની હત્યા- પુત્રીના ખૂનના પ્રયાસ અંગેનો ગુનો પત્નીની ફરિયાદ પરથી નોંધાયો છે.

થોડીવારમાં પતિ, પુત્ર, પુત્રી ઉલ્ટીઓ કરવા માંડતાં મેં મારા જેઠ કાનજીભાઇને ફોન કરેલો અને 108 આવી ગઇ હતી,

જ્યારે સ્યુસાઇડ નોટ કબ્જે કરી પોલીસે અન્ય ચાર શખ્સો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઝેર પીધા બાદ યુવાને ખિસ્સા તરફ ઇશારો કરી ચિઠ્ઠી આપી હતી, જેમાં આર. ડી. વોરા, દિલીપ કોરાટ, નરેન્દ્ર પૂજારા, દિનેશ, ભાવીનના નામનો ઉલ્લેખ: કોનો શું રોલ? તે જાણવા કમલેશભાઇ ભાનમાં આવે તેની રાહ જોતી તાલુકા પોલીસ : ચિઠ્ઠીમાં જેના નામ છે એ તમામના ફોન બંધ

પ્રાપ્ત વિગતો મુજબ નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગર સામે આવેલા શિવમ્ પાર્ક-2માં રહેતાં અને કર્મકાંડ કરી ગુજરાન ચલાવતાં કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.40) નામના યુવાને પોતાના પુત્ર અંકિત (ઉ.વ.22) અને પુત્રી કૃપાલી (ઉ.વ.20)ને આ કોરોનાની દવા છે પી જાવ એટલે કોઇને કોરોના નહિ થાય તેમ કહી પાણીની બોટલોમાં ભેળવેલી ઝેરી દવા આપતાં બંને ભાઇ બહેન પી ગયા હતાં અને બાદમાં કમલેશભાઇ પણ પી ગયા હતાં.

Subscribe Saurashtra Kranti here

પત્નિ જયશ્રીબેનને શંકા ઉપજતાં તેણે દવા પીધી નહોતી. સારવાર દરમિયાન દિકરા અંકિતનું મોત નિપજતાં પોલીસે જયશ્રીબેનની ફરિયાદ પરથી તેના પતિ કમલેશભાઇ સામે દિકરાની હત્યા અને દિકરીની હત્યાનો પ્રયાસ કરી આપઘાતનો પ્રયાસ કરવાનો ગુનો નોંધ્યો છે.તાલુકા પોલીસે આ બનાવમાં જયશ્રીબેન લાબડીયા (ઉ.વ.40)ની ફરિયાદ પરથી તેના પતિ કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા સામે આઇપીસી 302, 307, 328 મુજબ ગુનો નોંધ્યો છે.

જયશ્રીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે રાતે અમે બધા ઘરમાં હતાં. રાતે સવા બારેક વાગ્યે મારા પતિ કમલેશભાઇએ કહેલું કે હું કોરોનાની દવા લાવ્યો છું, આપણે બધા પી લઇએ એટલે કોરોના ન થાય. તેમ કહી પહેલા મારા પતિએ દવા શીશીમાંથી ગ્લાસમાં કાઢીને પીધી હતી. પછી મારા દિકરા અંકિત અને દિકરી કૃપાલીને આપી હતી અને એ બંનેએ પણ પીધી હતી. એ પછી મને પણ આપી હતી. પરંતુ મેં પીધી નહોતી.

થોડીવારમાં પતિ, પુત્ર, પુત્રી ઉલ્ટીઓ કરવા માંડતાં મેં મારા જેઠ કાનજીભાઇને ફોન કરેલો અને 108 આવી ગઇ હતી.ત્રણેયને હોસ્પિટલે લઇ જવાયા હતાં. મારા જેઠ કાનજીભાઇએ મારા પતિ કમલેશભાઇને દવા પીવા બાબતે પુછતાં તેમણે કહ્યું હતું કે-મકાનના સોદા બાબતે આર. ડી. વોરા વકિલે મારી સાથે રૂપિયા બાબતે દગો કરેલ છે, રૂપિયાના વાંકે મારા દિકરા અને દિકરીના લગ્ન અટકી જશે. એ પછી પોતાના ખિસ્સા તરફ ઇશારો કરતાં તેમના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી.

Read About Weather here

જેમાં મકાનના સોદા બાબતેના રૂ. 65 લાખ બાબતે વકિલ આર.ડી. વોરા, દિલીપભાઇ કોરાટે ખોટા આક્ષેપ કરેલ છે અને તેના કારણે આર્થિક સંકડામણમાં છું સહિતની હકિકત લખેલ હોઇ પોતે ઝેરી દવા પી લીધી છે તેમ કહ્યું હતું.

દિકરા અંકિતનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. દિકરી અને પતિ સારવાર હેઠળ છે. તેમ જયશ્રીબેને પોલીસને જણાવ્યું હતું.

પોલીસે આ ઘટનામાં હાલ કમલેશભાઇ સામે હત્યા, હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. ચિઠ્ઠીમાં જે પાંચ નામોનો ઉલ્લેખ છે એ તમામનો શું રોલ છે? એ જાણવા પોલીસે ફોન જોડ્યા હતાં તેમજ ઘરે તપાસ કરી હતી. પરંતુ ફોન બંધ આવ્યા હતાં અને કોઇ મળી આવ્યા નથી.બીજી તરફ કમલેશભાઇ બેભાન હોઇ તેઓ ભાનમાં આવે તેની પોલીસ રાહ જોઇ રહી છે. તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એ. જી. અંબાસણા, ભરતભાઇ વનાણી, પીએસઆઇ એન. ડી. ડામોર સહિતની ટીમે તપાસ શરૂ કરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરેમડેસિવિરની માહિતી આપવા ચલક ચલાણું, બીજે ઘેર….
Next articleકાપોદ્રામાં બ્રાન્ડેડ કંપનીના નકલી એન્જિન ઓઇલનું ગોડાઉન ઝડપાયું