પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી અનેક વિસ્તારોમાં વિસ્ફોટ…!

પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી અનેક વિસ્તારોમાં વિસ્ફોટ...!
પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી અનેક વિસ્તારોમાં વિસ્ફોટ...!
રશિયન સેના ક્રિમિયા થઈને યુક્રેનમાં ઘુસી રહી છે.રશિયાના રાષ્ટ્રપતિએ પણ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા મોટી ધમકી આપી છે. રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેન સહયોગ કરશે તો પરિણામ પણ ભોગવવું પડશે. આ નિવેદન બાદ તરત જ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં મોટા વિસ્ફોટ થયાના અહેવાલો છે.

Visit Saurashtra Kranti Homepage here

અહેવાલો અનુસાર, ક્રમાતોસ્કમાં વિસ્ફોટ થયાના અહેવાલો છે. તેમા એવું કહેવામાં આવ્યું છે કે, ‘જે કોઈ બહારથી આમાં દખલગીરી કરવા માંગે છે, જો તે આવું કરશે, તો તેણે એના પરિણામો ભોગવવા પડશે જે તેણે ઇતિહાસમાં પહેલાં ક્યારેય નહીં જોયા હોય’. પુતિને કહ્યું હતું કે રશિયા ધમકીને સહન નહીં કરે અને દખલગીરી કરનારને છોડશે નહીં. પુતિને કહ્યું હતું કે તમામ જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. મને આશા છે કે તમે મને સાંભળ્યો હશે.’પોતાના ઈમરજન્સી સ્પીચમાં પુતિને કહ્યું કે આ વિવાદ અમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ છે. તેમણે (યુક્રેન) લાલ રેખા પાર કરી નાખી છે. તેમણે કહ્યું કે યુક્રેન નિયો-નાઝીને સમર્થન કરી રહ્યુ છે, તેથી અમે વિશેષ લશ્કરી ઓપરેશન શરૂ કરી દીધુ છે.

રશિયાએ પોતાના સંબોધનમાં યુક્રેનના સૈનિકોને પણ સંબોધ્યા હતા. તેણે કહ્યુ હતુ કે તમારા પૂર્વજો નાઝીઓ સાથે લડ્યા હતા. કિવ (યુક્રેનની રાજધાની)ના નાઝીઓના આદેશોનું પાલન ન કરો. તમારા હથિયારો નીચે મૂકો અને ઘરે જાઓ. જ્યારે, પુતિને નાટોને કહ્યું, આ (લશ્કરી કાર્યવાહી)નું જે પણ પરિણામ આવે, અમે તૈયાર છીએ. અમારા તરફથી તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે.પુતિને યુક્રેનિયન સૈન્યને “શસ્ત્રો નીચે” મૂકવાની પણ અપીલ કરી છે. બે લાખથી વધુ રશિયન સૈનિકો સરહદ પર તહેનાત છે.

એસ. જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપતિને મળ્યા રશિયા અને યુક્રેન વચ્ચે વધતા યુદ્ધના જોખમ વચ્ચે આજે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં રશિયા-યુક્રેન સંકટ, ઈન્ડો પેસિફિક સહયોગ, ભારત-ફ્રાન્સ વચ્ચેના ડિપ્લોમેટિક, આર્થિક અને રક્ષા સંબંધોને મજબૂત કરવાની ચર્ચા થઈ. ભારતે પૂર્વ યુરોપમાં તણાવ ઓછો કરવા માટે મેક્રોનના પ્રયાસોનાં વખાણ કર્યાં હતાં. એક દિવસ પહેલાં જ જયશંકરે ફ્રેન્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ રિલેશન્સમાં સંબોધન કરતી વેળાએ ફ્રાન્સનાં વખાણ કર્યાં હતાં અને તેને વર્લ્ડ સુપર પાવર ગણાવ્યું હતું.

રશિયાને રોકવા માટે આજે EU અને UNમાં મહત્ત્વની બેઠક છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને તેમના દેશની બહાર લશ્કરી બળનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યા પછી યુક્રેને બુધવારે દેશવ્યાપી ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી છે. આ દરમિયાન પશ્ચિમી દેશોએ રશિયા સામે અનેક પ્રતિબંધોની જાહેરાત કરી અને મોસ્કોએ યુક્રેનમાંથી તેના દૂતાવાસની જગ્યા ખાલી કરી અને રાજદ્વારી કર્મચારીઓને બહાર કાઢી લીધા છે. યુક્રેનના સાંસદોએ રાષ્ટ્રવ્યાપી ઈમરજન્સી લગાવવાના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના આદેશને મંજૂરી આપી છે જે ગુરુવારથી શરૂ થતા 30 દિવસ સુધી અમલમાં રહેશે.રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસે બુધવારે કહ્યું કે મોસ્કોએ યુક્રેનમાં તેના દૂતાવાસને ખાલી કરી દીધું છે. સાથે જ યુક્રેને પણ પોતાના નાગરિકોને રશિયા છોડી દેવાની વિનંતી કરી હતી.

મોસ્કોનું કિવમાં દૂતાવાસ છે.સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) યુક્રેન પર ચર્ચા કરવા માટે આ અઠવાડિયે બીજી વખત સત્ર બોલાવવા જઈ રહી છે. આ સત્ર ગુરુવારે ભારતીય સમય અનુસાર સવારે 8:00 વાગ્યે (21:30 EST) શરૂ થવાની આશા છે.પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની મોસ્કો (રશિયા) મુલાકાત પર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું, “યુક્રેનમાં રશિયાની કાર્યવાહી સામે વાંધો ઉઠાવવો દરેક દેશની જવાબદારી છે.”સ્વિટ્ઝર્લેન્ડનું કહેવું છે કે તે યુક્રેનને લઈને ભારે વિવાદને પગલે રશિયા પર પ્રતિબંધો લાદશે નહીં. આજે સરકારી તંત્ર અને દેશના મંત્રીઓ સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

જ્યારે, મંત્રીઓએ રશિયા દ્વારા ડોનેટ્સ્ક અને લુહાન્સ્કની માન્યતાને આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન તરીકે વખોડી કાઢી હતી.બુધવારે રાત્રે UN જનરલ એસેમ્બલીની બેઠક સમયે અમેરિકાએ ચેતવણી આપી હતી કે જો રશિયાએ યુક્રેનમાં ઘૂસણખોરી કરી તો તેનું પરિણામ ભયાનક આવશે. UNમાં અમેરિકાના રાજદૂત લિંડા થોમસે કહ્યું- જો રશિયા તેનો માર્ગ નહીં બદલે અને યુક્રેનમાં ઘુસણખોરી કરશે તો ત્યાં 50 લાખ લોકો બેઘર થઈ જશે. વિશ્વ સમક્ષ એક વિશાળકાય શરણાર્થી સંકટ ઊભુ થશે. આ સંકટ એટલું વિશાળ હશે કે જેનો આ અગાઉ ઈતિહાસમાં આપણે ક્યારેય સામનો કર્યો નહીં હોય.

બીજી બાજુ, રશિયા યુક્રેન વિવાદ વચ્ચે રશિયાએ કીવથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવવાની જાહેરાત કરવા સાથે જ તેના દૂતાવાસને ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે. રાષ્ટ્રપતિ લ્વાદિમીર પુતિને જેને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેર કર્યાં હતા તે યુક્રેનના પૂર્વ વિસ્તાર સાથે રશિયાએ પોતાના રાજકીય સંબંધની પણ શરૂઆત કરી દીધા છે. રશિયાના આ પગલા બાદ યુરોપિયન યુનિયન, બ્રિટન તથા અમેરિકા સતત સક્રિય બની ગયા છે. આ ઉપરાંત રશિયા વિરુદ્ધ રણનીતિ નક્કી કરવા માટે યુરોપિયન યુનિયન (EU)ની ગુરુવારે ખૂબ જ મહત્ત્વની બેઠક યોજાવા જઈ રહી છે.બ્રિટન અને અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધો લાદવાની પણ જાહેરાત કરી દીધી છે.

બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની મહત્ત્વની બેઠક પણ શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં બન્ને દેશ વચ્ચે પ્રવર્તિ રહેલી સ્થિતિ અંગે ચર્ચા ચાલી રહી છે. રશિયા દ્વારા જે પગલાં ભરવામાં આવ્યાં છે એ અંગે પણ ચર્ચા ચાલી રહી છે.ચીને અમેરિકા પર યુક્રેન સંકટ અંગે ભય તથા દહેશતનો માહોલ ઊભો કરવાનો આરોપ લગાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે જણાવ્યું હતું

Read About Weather here

કે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધનો ચીન વિરોધ કરે છે અને ચીન પણ પોતાના અગાઉના વલણ પર અડગ છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે રશિયાને અમને સુરક્ષાની ખાતરી આપવી જોઈએ. હું અનેક વખત કહી ચૂક્યો છું કે રશિયાના રાષ્ટ્રપતિએ વાતચીતના ટેબલ પર આવવું જોઈએ. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વધી રહી છે અને બન્ને દેશ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here