દરમિયાન અહેવાલો પ્રમાણે રશિયાએ યુક્રેનમાં પોતાના ખતરનાક સૈનિકોને ગોઠવ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે દોઢ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. આ યુદ્ધ હજું કોઈ નક્કર પરિણામ ઉપર પહોંચતું દેખાતું નથી, પણ યુક્રેનની સામાન્ય પ્રજાએ કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેના ડરામણા દ્રશ્યો વિશ્વ સામે આવી રહ્યા છે. આ સૈનિક ટ્રોફીના સ્વરૂપમાં દુશ્મનોના કાન એકત્રિત કરી રહ્યા છે. આ ખતરનાક ગ્રુપનું નામ રસિચ છે.આ નિયો-નાઝી રશિયનોને ખાર્કિવ નજીકના વિસ્તારોમાં જોવા મળ્યા છે, જ્યાં આગામી દિવસોમાં પુતિનની સેના હુમલો કરી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
યુક્રેનના સંરક્ષણ અધિકારીઓએ પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે રશિયન સેના નવેસરથી હુમલો કરી શકે છે.ધ સનના અહેવાલ પ્રમાણે રસિચની શરૂઆત વર્ષ 2014માં સેન્ટ પિટર્સબર્ગથી એલેક્સી મિલચકોવ અને યાન પેત્રોવ્સ્કી દ્વારા કરવામાં આવેલી. મિલચકોવે એક પેરાટ્રુપર તરીકે રશિયાની સેનામાં તાલીમ મેળવી હતી. પ્રથમ વખત રસિચ સૈનિક ત્યારે પ્રકાશમાં આવ્યા કે જ્યારે વર્ષ 2014માં રશિયન વિદ્રોહીઓ અને યુક્રેની સેના વચ્ચે યુદ્ધ સમયે પૂર્વી યુક્રેનમાં ગોઠવવામાં આવ્યા હતા.
ધ ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે રશિયન સોશિયલ મીડિયા સાઈટ વોકોન્ટેક્ટે ઉપર બનેલા પોતાના પેજમાં રસિચા કમાન્ડર મિલચકોવે કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેમણે મૃત યુક્રેની સૈનિકોના કાન કાપતા જોવા મળ્યા હતા. મિલચકોવે ખુલ્લી રીતે સ્વીકાર્યું છે કે તેઓ નાઝી સમર્થક છે. સળગી રહેલા માનવીના માંસને સૂંઘીને નશો કરતા હોય છે. આ ઉપરાંત, તેના પેજ ઉપર એક તસવીર એવી પણ છે કે જે એક ગલુડિયાંનું માથુ કાપતો દેખાય છે.
તાજેતરમાં જ રસિચે એક વિચિત્ર કાર્ટુન પોસ્ટ કર્યું હતું, જેમાં રશિયાના એક સૈનિકને ઘરે પરત ફરતો દેખાડવામાં આવતો હતો. સૈનિક તેની પત્ની તથા દીકરા માટે લોહીથી લથપથ ગિફ્ટ્સ લઈ પરત ફરતો દેખાતો હતો. આ કાર્ટુન સાથે કેપ્શનમાં લખ્યું હતું- જો તમે એક અસલી મરદ અને રશિયન હોય તો અમારી સાથે આવો.ધ સનના અહેવાલ પ્રમાણે આ રસિચ ગ્રુપ ક્રેમલિન સમર્થિત વેગનર ગ્રુપ સાથે સંકળાયેલ છે,જે તાજેતરમાં જ યુક્રેનમાં જોવા મળ્યું છે. વેગનર ગ્રુપ ઉપર રશિયાની સરકાર માટે ગુપ્ત રીતે કામ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ ગ્રુપને રશિયાની ખાનગી સૈન્ય કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે.
Read About Weather here
લિબિયા, સીરિયા, મોઝામ્બિક, માલી, સૂડાન અને મધ્ય આફ્રિકી દેશોમાં આ ગ્રુપ નાગરિક યુદ્ધનો પણ ભાગ રહ્યા છે.વૈગનર ગ્રુપના સરગના દિમિત્રી ઉત્કિન છે, જે અગાઉ રશિયાની સેનામાં લેફ્ટેનેન્ટ રહી ચુક્યા છે અને રશિયન સંઘની ગુપ્તચર એજન્સી-GRUમાં પણ કામ કરી ચુક્યા છે. આ સાથે એવું માનવામાં આવે છે કે વર્ષ 2014માં આ સંગઠનની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત તેણે વૈગનર સમૂહ બનાવતા પહેલા રશિયન સેનામાં રહીને વર્ષ 2014માં યુક્રેનમાં સૈન્ય અભિયાનમાં ભાગ લીધો હતો.દિમિત્રી ઉત્કિન રશિયન સેના તરફથી ચેચેન યુદ્ધ (વર્ષ 1994-96 અને વર્ષ 1999-2009)માં સંકળાયેલી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here