ટ્રસ્ટનાં સિનિયર કાર્યકર્તા દંપતિ સી.કે.બારોટ અને ભારતીબેનનાં હસ્તે ધ્વજવંદન કરાયું
દેશભક્તિ સભર ગીતો તથા વકતૃત્વ સ્પર્ધા સાથે કરાઈ ઉજવણી
પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ઉપક્રમે 15 ઓગસ્ટ ના રોજ ટ્રસ્ટનાં ભવન કિલ્લોલ, 1- મયુરનગર, ભાવનગર રોડ ખાતે આગવી પરંપરા અનુસાર 75 માં ગણતંત્ર દિવસ નિમિતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે સી.કે.બારોટ, ભારતીબેન બારોટ તથા અમિનેશભાઈ રૂપાણી ઉપસ્થિત રહયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
ગણતંત્ર દિને શુભેચ્છા અને ટ્રસ્ટના બાળકોને શીખ દેતા ટ્રસ્ટના આગેવાન અમીનેશભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, દરેક બાળકોએ પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે અથાગ મહેનત, દ્રઢ વિશ્વાસ અને હિંમત રાખવી જોઈએ અને પોતાની મંઝીલ સુધી પહોંચી જવું જોઈએ
તેમજ સ્વાતંત્ર આપવવા માટે શહિદ થયેલ તમામ સ્વાતંત્ર સેનાનીઓને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરેલ. આ તકે ટ્રસ્ટના સિનિયર કાર્યકર્તા સી.કે.બારોટ તથા ભારતીબેન બારોટે ૧૫મી ઓગષ્ટ નિમિતે ઉદ્દબોધન કરી ટ્રસ્ટની દરેક પ્રવૃતિઓની પ્રશંસા કરેલ. સાથે-સાથે રાજય સરકારની કામગીરીની પ્રશંસા કરેલ તેમજ ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્રદિને દરેક શહાદત વહોરનાર અમર શહિદોને યાદ કરી શ્રધ્ધાંજલી આપેલ.
પુજીત રૂપાણી ટ્રસ્ટના સિનિયર કાર્યકતાં દંપતિ સી.કે.બારોટ તથા ભારતીબેન બારોટનાં વરદહસ્તે ધ્વજારોહણ કરી તિરંગાને લહેરાવવામાં આવ્યો હતો. જેને ઉપસ્થિત મહેમાનો, કાર્યકરો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા કર્મચારીઓએ સલામી આપી હતી અને રાષ્ટ્રીય ગાન ગાવામાં આવેલ. આ કાર્યક્રમને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા અંજલિબેન રૂપાણીએ શુભેચ્છા પાઠવી હતી.
Read About Weather here
ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટે કરી હતી. કાર્યક્રમને યશસ્વી બનાવવા ટ્રસ્ટનાં કાર્યકરો મુકેશભાઈ મહેતા, જયસુખભાઈ ડાભી, ઉમેશભાઈ કુંડલીયા, રાજુભાઈ શેઠ, કે.બી.ગજેરા, એન.જી.પરમાર, કાંતિભાઈ નિરંજની, વજીબેન સોલંકી, સકીનાબેન અજમેરીએ જહેમત ઉઠાવેલ હતી.
વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહીવટી અધિકારીઓ ભાવેનભાઈ ભટ્ટ તથા નિરદભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં. ૨૭૦૪૫૪પ દ્રારા સંપર્ક સાધવા જણાવાયુ છે.(૭.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here