પી.એસ.આઈ પર હુમલો અને ફરજ રૂકાવટનાં કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

617
ગઢકામાં મોબાઈલની લતમાં યુવક પ્રથમ માળેથી પટકાતા મોત
ગઢકામાં મોબાઈલની લતમાં યુવક પ્રથમ માળેથી પટકાતા મોત

કોર્ટ બંને આરોપીઓને 3 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ. 5000 નો દંડ ફટકાર્યો

સદર કેસની હકીકત એવી છે કે, આ કામના આરોપીઓ ભુપતભાઈ મલાભાઈ બાંભવા તથા સંજય ભુપતભાઈ બાંભવાનાઓએ તા.23-6-16 ના રોજ ફરીયાદી આસીસ્ટન્ટ સબ ઈન્સપેકટર ભીખાભાઈ ફકીરમહંમદ પરમારનાઓએ આરોપીના દીકરાની ઈકો કાર નં – જી.જે .3 એફકે 5096 વાળી રોકી લાઈસન્સ ન હોવાના કારણે કાયદેસર ડીટેઈન કરતા આ કામનાં આરોપીઓએ ફરીયાદી સાથે જપાજપી કરી ધકકો મારી નીચે પછાડી દઈ ફરીયાદીને પોતાની કાયદેસરની ફરજ બજાવવા રુકાવટ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ. જેથી ફરીયાદીએ બી- ડીવીજન પોલીસ સ્ટેશન ફરીયાદ નોંધાવેલી.

Subscribe Saurashtra Kranti here

જેના આધારે ચાર્જશીટ થતા સદર કેસ ન્યાયધીશશ્રી એમ.એસ.અમલાણી સાહેબની કોર્ટમાં ચાલી જતાં ફરીયાદપક્ષના મૌખીક તથા દસ્તાવેજી પુરાવાના આધારે તથા નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટનાં વિવિધ ચુકાદાના પ્રસ્થાપિત સિધ્ધાંતોને ધ્યાને લઈ કોર્ટે બંને આરોપીઓને 3 વર્ષની સખત કેદની સજા અને રુપીયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.

અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો પણ હુકમ ફરમાવેલ છે. નામદાર કોર્ટે વધુમાં ખાસ એ પણ નોંધ્યું છે કે, આરોપીઓ સામે જે ગુનો પુરવાર થયેલ છે તે સમાજ વિરોધી ગુનો છે.

Read About Weather here

સમાજમાં પોલીસ અધિકારીઓ કોઈ પણ વાર તહેવાર કે રજા જોયા વગર સમાજ માટે તથા દેશ માટે પોતાનો જીવ જોખમમાં મુકી પોતાની ફરજ હર હંમેશ બજાવતાં હોય છે. તેમાં આ પ્રકારના લોકો પોલીસ અધિકારીઓ ઉપર ફરજમાં રૂકાવટ કરે અને તેઓ પર હુમલો કરે તે બાબતે દયા દાખવી શકાય નહી.

એક પોલીસ અધીકારી ઉપર હુમલો કરવો એ ખુબજ ગંભીર બાબત છે. જેના આધારે ન્યાયાધીશશ્રી એમ.એસ.અમલાણીનાઓએ બંને આરોપીઓને 3 વર્ષ ની સખત કેદની સજા ફટકારેલ છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleપીપળીયા હોલ પાસે દારૂની 84 બોટલ સાથે શખ્સની ધરપકડ
Next articleહાઈ પ્રોફાઈલ વી.આઈ.પી મેમ સાથે ડેટિંગ અને સેક્સ માટે યુવાને ગુમાવ્યા રૂ.1.29 કરોડ