પી.આઈ. સહિત પાંચ સામે માનવવધનો ગુનો નોંધવા માંગ

પી.આઈ. સહિત પાંચ સામે માનવવધનો ગુનો નોંધવા માંગ
પી.આઈ. સહિત પાંચ સામે માનવવધનો ગુનો નોંધવા માંગ

ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથ મામલે

ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથ મામલે વઘઇ પોલીસ સ્ટેશનમાં મૃતક યુવાનોનાં પરિવારજનો દ્વારા ચીખલી પોલીસનાં જવાનો વિરુદ્ધ અરજી આપી.ચીખલી પોલીસ મથકનાં પી.આઈ,હેડ કોન્સ્ટેબલ,ત્રણ પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ પાંચ પોલીસ કર્મચારીઓ સામે માનવવધનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા માટેની અરજી આપવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

વઘઇ પોલીસની ટીમે આ અરજીને સ્વીકારી નવસારી જિલ્લા પોલીસ વડાને તબદીલ કરી.પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.21 નાં રોજ નવસારીનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગ જિલ્લાનાં સુનિલ પવાર (દોડીપાડા),રવિ જાધવ (વધઈ) નાંઓનું ચીખલી પોલીસ સ્ટેશનમાં પંખા સાથે વાયર વડે શંકાસ્પદ હાલતમાં બન્ને યુવાનોની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી.જે બાબતે ચીખલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જે અંગે નવસારી જિલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ તપાસ માટેની ટીમો બનાવી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.ત્યારે વઘઇ પોલીસ સ્ટેશનમાં માનવવધ મૃતક યુવાનોનાં પરિવારજનોએ ચીખલી પોલીસ સ્ટેશનમાં યુવાનોનાં કસ્ટડીયલ મોત મામલે ફરજ ઉપર તૈનાત રહેનારા પોલીસ કર્મીઓમાં પોલીસ ઇન્સપેક્ટર વાળા, શક્તિસિંહ ઝાલા હેડ કોન્સ્ટેબલ, રામજીભાઈ કોન્સ્ટેબલ, રવિન્દ્રભાઈ રાઠોડ કોન્સ્ટેબલ તથા અન્ય અજાણ્યા ઈસમો જે પોલીસ કર્મીઓની ઓળખ આપતા હતા

આ માનવવધ માં સામેલ તમામ વિરુદ્ધ અરજી આપી છે.આ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ IPC કલમ 302, 319, 359, 386, 114, 120-B, અસ્પૃશ્યતા ધારાની કલમની જોગવાઈ મુજબ અને પુરાવા નાશ કરી દસ્તાવેજો પુરાવા સાથે ચેડા કરવા બાબતે મૃતક યુવાનોનાં બન્ને પરિવારો દ્વારા વઘઇ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસની કાયદાકીય જોગવાઈઓનું ચીખલી પોલીસ દ્વારા જ ઉંલઘન કરવામાં આવ્યુ છે.જેથી મૃતક યુવાનોનાં પરિવારજનોએ ચીખલી પોલીસ મથકનાં તમામ દોષિત કર્મચારીઓને માત્ર સસ્પેન્ડ જ નહીં પણ તેઓ સામે માનવવધનો ગુનો નોંધી કડક કાર્યવાહીની માંગ કરી હતી.

Read About Weather here

ડાંગ જિલ્લાનાં વઘઇનાં આદિવાસી મૃતક યુવાનોનાં પરિવારજનોને ન્યાય મળે તે માટે સોમવારે ડાંગ બંધનું એલાન કરવામાં આવ્યુ હતુ. જેને આદિવાસી સમાજ સહિત અન્ય સમાજ તરફથી સજ્જડ બંધનો પ્રથમ વખત પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. ડાંગ જિલ્લાનાં વઘઇનાં આદિવાસી યુવાનોનાં કસ્ટડીયલ ડેથનો મામલો રોજેરોજ ઉગ્ર બની રહ્યો છે.હાલમાં વઘઇ પોલીસની ટીમે આ બન્ને અરજીઓને સ્વીકારી નવસારી જિલ્લા પોલીસ વડાને તબદીલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here