પીએસઆઇને ભારે પાડ્યું, બદલી

ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?
ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?

ટ્રાફીક મહિલા કોન્સ્ટેબલને તતડાવી નાખતા
મહિલા કોન્સ.ને ગાળો દઇ પીએસઆઇએ તતડાવી નાખતા પોલીસ બેડામાં ચકચાર: પીએસઆઇને જવાબ લેવા માટે બોલાવ્યા છે: એસીપી મલ્હોત્રા
ફોજદાર વિરૂઘ્ધ સીપીને ફરિયાદ કરાઇ હતી

શહેરમાં કાલાવાડ રોડ નજીક ઈન્દીરા સર્કલ પાસે ફરજ બજાવતા ટ્રાફીક મહિલા કોન્સ્ટેબલને પી . એસ.આઈ.એ ગાળો ભાંડી તતડાવ્યાની પોલીસ કમિશનરને ફરિયાદ કરતા બનાવ અંગે એસીપીને તપાસ કરવાનો હુકમ કર્યો હતો . વાહન ચાલક સંબંધીને અટકાવવા મામલે આ બનાવ બન્યો હોવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું . બનાવના પગલે પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી હતી .

Visit Saurashtra Kranti Homepage here

વાહન ચાલકને પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રાફીક શાળામાં ફરજ બજાવતા મીતાલીબેન પાઠક ઈન્દીરા સર્કલ પાસે ફરજ બજાવતા હતા તે દરમિયાન અટકાવ્યો હતો અને દંડ ભરવા અંગેનું જણાવતા તેને પી.એસ. આઈ.ના સંબંધી હોવાનું જણાવ્યું હતું પરંતુ મહિલા કોન્સ્ટેબલે કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકને કાયદો બધા માટે સરખો હોવાનું જણાવ્યું હતું .

દરમિયાન વાહન ચાલકે તેના સંબંધી અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકમાં અને હાલમાં એરપોર્ટ ખાતે બદલી પામેલા પી.એસ.આઈ. જાડેજાને જાણ કરતા ઈન્દીરા સર્કલ પાસે ધસી ગયેલા ફોજદારે પીત્તો ગુમાવી મહિલા કોન્સ્ટેબલને સરાજાહેર ગાળો ભાંડી તતડાવી નાખ્યા હતા .

Read About Weather here

બનાવ અંગે મહિલા ટ્રાફીક કોન્સ્ટેબલે બનાવ અંગે જાણ કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એ.સી.પી. મલ્હોત્રાને બનાવની તપાસ કરવાનો હુકમ કર્યો હતો અને તેને જણાવ્યું છે કે આ અંગે હજુ તપાસ ચાલુ છે અને પીએસઆઇને જવાબ લેવા માટે બોલાવ્યા છે.બનાવને પગલે પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે . આ પીએસઆઇ સામે આગામી દિવસોમાં શું પગલા લેવામાં આવશે તે જોવાનું રહ્યું કે બદલી કરી સંતોષ મનાશે તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here