પિતાની તસવીરો પર સાયબર એટેક…!

પિતાની તસવીરો પર સાયબર એટેક...!
પિતાની તસવીરો પર સાયબર એટેક...!
ઘરમા નાની નાની ખુશી ખૂબ જ મહત્વની હતી. પરિવારના સૌથી નાના દીકરા નિશારના લગ્ન નક્કી થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો. નિશાર પોતે એન્જિનિયર છે. લગ્નની તૈયારી થઈ રહી હતી નિશારે તેના પિતા સહિત પરિવાર સાથેની અનેક યાદોના ફોટો લેપટોપમાં સેવ કરી દીધા હતા. કોઈપણ વ્યક્તિ જ્યારે સ્વજન ગુમાવે ત્યારે તેની રહેલી સ્તુઓને યાદગીરી માટે જીવની જેમ સાચવે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમાં પણ પિતા જેવા સ્વજન જો ચાલ્યા જાય તો દીકરાઓ માટે એ કારમો આઘાત હોય છે. તેમાં પણ સ્વજનની યાદગીરીની ચોરી થઈ જાય તો તેને મેળવવા માણસ જમીન આસમાન એક કરે છે. તેને સતત કચવાટ રહે છે કે, આ વસ્તુની ચોરી જ કેમ થઈ? હવે જો યાદગીરી ચોરનારો ચોર લાખો રૂપિયા માગે તો તો મામલો અતિ ગંભીર બની જાય છે. અમદાવાદ શહેરમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે.

એક દીકરા માટે તેના પિતાના અવસાનના એક કે બે દિવસ બાદ તમામ યાદોની લેપટોપમાંથી ચોરી થઈ જાય તો તેના માટે પિતાના અવસાનની સાથે સાથે તેમની થોડી વધેલી યાદગીરી પાછી મેળવવી પણ જરૂરી બની ગઈ હતી. આ ચોર પણ અદ્રશ્ય હતો. તે માટે ચોર(હેકર) નિશાર પાસે કોમ્પ્યુટરમાં સેવ ફોલ્ડર માટે 10 હજાર ડોલર, 1000 બિટકોઈનની માંગણી કરતો હતો. એ રકમ એટલી બધી હતી કે દીકરો વર્ષો કમાય તો પણ ભેગી કરી શકે તેમ ન હતો.

નિશાર અમદાવાદના પૂર્વ વિસ્તરમાં નાનકડી ગલીમાં એક પરિવાર હસી ખુશીથી જિંદગી વિતાવી રહ્યો હતો.પરંતુ વિધિએ કંઈક નોખા જ લેખ લખ્યા હશે, લગ્નનનો સહેરો બાંધે તે પહેલાં જ એટલે કે લગ્નના બે દિવસ પહેલા નિશારના પિતાનું અવસાન થઈ ગયું અને પરિવાર આભ ફાટ્યું. જે ઘરમાં લગ્ન પ્રસંગ હતો ત્યાં હવે આક્રંદ થવા લાગ્યું. નિશારે તેના પિતાને ગુમાવી દીધા, પણ તેની સાથેની કેટલીક યાદગાર તસવીરો તેણે લેપટોપમાં સેવ કરી રાખી હતી.

એક દિવસ તેને પિતા ખૂબ યાદ આવ્યા, જેથી તેમના ફોટો જોવા માટે લેપટોપનું ફોલ્ડર ખોલ્યું પણ તે લોક હતું. લોક જોઇને તો નિશાર ચોંકી જ ગયો. થોડીવારમાં તેને ખબર પડી કે તેના લેપટોપમાં રેનસમ વાઇરસનો એટેક થયો છે. તમામ ફોલ્ડર લોક હતા. થોડીવારમાં હેકરે તેની પાસેથી ડોલર પછી બિટકોઈન માગ્યા અને તે પછી જ ફોલ્ડર ખુલશે તેવા મેસેજ કરવા લાગ્યો.પોતાના પિતા સાથેની યાદો મેળવવા નિશાર માટે લાખો રૂપિયા ચૂકવવાનું શક્ય ન હતું.

હવે નિશાર મુંઝવણમાં મુકાયો કે ક્યાં જવું શું કરવું? તે વર્ષો સુધી કમાણી કરે તો પણ આ રકમ ભેગી થઈ શકે તેમ ન હતી. જેને પગલે નિશાર હતાશ થઈ ગયો હતો. આખરે નિશારની મદદે અમદાવાદ સાયબર ક્રાઇમ આવ્યું. નિશારે આ સમગ્ર બાબતે જણાવ્યા બાદ સાયબર ક્રાઇમના અધિકારીઓ દિવસ રાત કામે લાગ્યાં.સાયબર ક્રાઇમ ભલે પિતાને તો ન મેળવી આપી શકે પણ દિવસ રાત મહેનત કરીને દીકરાને પિતાની ગયેલી તસવીર પાછી અપાવી દીધી.

જે એક દીકરા માટે તેના જીવનની અમૂલ્ય વસ્તુ હતી. પિતાની યાદગીરી મેળવ્યા બાદ નિશારના ચહેરા પર સ્મિત અને આંખમાં આંસુ હતા. નિશારે સાયબર ક્રાઇમની ટીમનો આભાર માન્યો હતો. સાયબર ક્રાઇમે ખૂબ જ માનવતા કામ કર્યું અને આજે દીકરો પોતાના પિતાની તસવીર મેળવીને એટલો ખુશ છે કે ક્યારેક તેની આંખોમાં હર્ષનાં આંસુ આવી જાય છે.

Read About Weather here

આ અંગે સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે આ સમગ્ર કેસમાં એક ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરતા રેનસમ એટેક થયો અને પછી હેકર દ્વારા રુપિયા માંગવામાં આવ્યા પણ પિતા પુત્રની લાગણીની આગળ અમારી આખી સાયબર ક્રાઇમની ટીમ પણ દિવસ રાત કામ કરીને દીકરાને તેના મૃત પિતાનો ફોટો પરત અપાવ્યો હતો. જે અમારી માટે પણ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here