પિતાએ લોહીના સંબંધો લજવ્યા

૬ થી ૧૩ વર્ષના બાળકોએ ૮ વર્ષની બાળકી પર કર્યો ગેંગરેપ
૬ થી ૧૩ વર્ષના બાળકોએ ૮ વર્ષની બાળકી પર કર્યો ગેંગરેપ

નરાધમ પિતાએ દુષ્કર્મ આચરતાં દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી જતાં તેને સરદાર માર્કેટ પાસે છોડીને બાપ ભાગી ગયો હતો. માતાનું એક વર્ષ પહેલાં મૃત્યુ થતાં 17 વર્ષીય દીકરી પર નરાધમ પિતાએ વારંવાર દુષ્કર્મ આચરતાં પાણીગેટ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. 2 ફોઈએ પણ દીકરીને ન રાખતાં માસી પાસે પહોંચેલી દીકરીની વ્યથા સાંભળીને તેમના પગ નીચે પણ જમીન ખસી ગઈ હતી. માસીએ નરાધમ બાપ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પાણીગેટ પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલાએ પોતાની બહેનનું એક વર્ષ પહેલાં મૃત્યુ થઈ જતાં તેની 17 વર્ષીય દીકરીને પોતાની સાથે રાખી હતી. જોકે 2-3 મહિનામાં દીકરીના પિતા ઝઘડો કરી તેને લઈ ગયા હતા.2 ફેબ્રુઆરીએ દીકરીએ માસીના ઘરે આવી જણાવ્યું હતું કે પિતા સરદાર માર્કેટ પાસે તેને છોડીને જતા રહ્યા છે

અને કહીને ગયા છે કે તું તારી માસીના ઘરે જ રહેજે. દીકરીએ માસીને વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2021માં તે પિતા સાથે વાઘોડિયા રોડ પર ભાડાના મકાનમાં રહેતી હતી. તેનો ભાઈ બહારગામ ગયો હતો. આ વખતે તેના પિતાએ તેનું ગળું દબાવીને મારી નાખવાની ધમકી આપી રાતના સમયે ભાઈની ગેરહાજરીમાં દુષ્કર્મ ગુજાર્યું હતું.

પિતાએ ધમકી આપી હતી કે આ અંગે કોઈને કહેશે તો મારી નાખશે.ત્યાર બાદ ભાડાનું મકાન ખાલી કરી ડિસેમ્બર-2021માં પિતા-પુત્રી અને તેનો ભાઈ બીજા મકાનમાં ભાડે રહેવા ગયાં હતાં. જોકે એ પછી પણ ભાઈની ગેરહાજરીમાં રાત્રિના સમયે નરાધમ પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મના કારણે દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. જ્યારે નરાધમ પિતાએ ભાડાનું મકાન પણ ખાલી કરી દીધું છે.

Read About Weather here

માસીએ ભાણીને લઈને નરાધમ પિતા સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.17 વર્ષીય સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી જતાં બાપ તેને છોડીને ભાગી જતાં દીકરી તેની 2 ફોઈ પાસે ગઈ હતી. પાણીગેટ વિસ્તારમાંથી જ આરોપી પિતાની ધરપકડ કરી લેવાઈ છે. આ ઘટનામાં વધુ પુરાવા ભેગા કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. – કે.પી. પરમાર, પીઆઈ, પાણીગેટ જોકે તે ગર્ભવતી હોવાની વાત જાણી ફોઈઓએ તેને રાખવાની સાફ ના પાડી દીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here