પારેવડી ચોક પાસેથી રીક્ષામાં કિન્નરનું અપહરણ કરી અન્ય કિન્નરોએ ધોકાવ્યો

પારેવડી ચોક પાસેથી રીક્ષામાં કિન્નરનું અપહરણ કરી અન્ય કિન્નરોએ ધોકાવ્યો
પારેવડી ચોક પાસેથી રીક્ષામાં કિન્નરનું અપહરણ કરી અન્ય કિન્નરોએ ધોકાવ્યો

કિન્નરોની જમાત (ટોળકી) બળજબરીથી સામેલ થવા ધમકી આપી ટોળાએ તોડફોડ કર્યાનો આક્ષેપ

પારેવડી ચોક પાસે આવેલા મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા ટ્રાન્સઝેન્ડરનું રીક્ષામાં અપહરણ કરી કિન્નરોનાં ટોળાએ બેફામ મારમારી ધમકી આપતા ટ્રાન્સઝેન્ડરનાં માતા-પિતા દ્વારા પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં.1 માં પારેવડી ચોક પાસે  રહેતો ચિરાગ જયંતિભાઈ મકવાણા, તેના પિતા જયંતિભાઈ મેસુરભાઈ મકવાણા, તેની માતા રંજનબેન મકવાણા સહિતનાં પરિવારજનોએ આજે શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આવી લેખિતમાં અરજી કરી રજૂઆત કરી હતી કે ગઈ તા. 26/6 નાં સવારનાં સમયે તેના પુત્ર ચિરાગ મકવાણા (ટ્રાન્સઝેન્ડર) ઘરે હતો ત્યારે એકટીવા નંબર જીજે-3 જે.બી.4385 માં મોહિની ઉર્ફે મીત નામનો કિન્નર તેના ઘરે આવ્યો હતો.

અને પારેવડી ચોક પાસે  આવેલા  ઓવરબ્રિજ પાસે લઇ ગયો હતો. તેનું અગત્યનું કામ છે તેમ કહીં મોરબી રોડ પર જુના જકાત નાકા પાસે લઇ ગયો હતો.

ત્યાં અગાઉથી જ રીક્ષામાં બેઠેલા કિન્નર મીરાદે કંચનદે (ફટકડી), ભાવિકાદે મીરાદે (સેન્ડી), ગોપીદે મીરાદે, કપીલ ફટકડીનો પતિ સહિતનાં અજાણ્યા 15 થી 17 કિન્નરો રીક્ષામાં બેઠા હોય ત્યારે ચિરાગનું અપહરણ કરી મોરબી રોડ પર આવેલી એક સોસાયટીમાં લઇ જઈ તેને બેફામ મારમારી બળજબરીથી કિન્નરોની જમાત (ટોળકી)માં સામેલ થવા અને નકલી કિન્નર બનીને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવા દબાણ કર્યું હતું.

Read About Weather here

બાદમાં યુવાનને સારવારમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યો હતો. બાદમાં બીજા દિવસે કિન્નરોનું ટોળુ યુવાનનાં ઘરે જઈ તોડફોડ કરી ધમકી આપતા પરિવાર સાથે પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ કરવા રહુઆત કરવામાં આવી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here