મગફળીની આવક શરૂ થતાની સાથે જ સિંગતેલનો ડબ્બો રૂ. 2750 ના ભાવે સ્થિર રહ્યો છે. જ્યારે ત્રણ દિવસમાં પામોલીન તેલ રૂ. 35 મોંઘું થયું છે અને કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2400ની નજીક પહોંચવામાં માત્ર રૂ. 50નું જ છેટું રહ્યું છે. સોમવાર બાદ યાર્ડમાં જણસની આવક વધી રહી છે. ગુરુવારે મગફળીનો ભાવ રૂ.1050 થી લઇને રૂ. 1275 સુધી બોલાયા હતા. જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે ખેડૂતો ટેકાના ભાવના કેન્દ્રમાં મગફળી લઈને પહોંચી રહ્યાં છે.
Visit Saurashtra Kranti Homepage here
ગુરુવારે કપાસની આવક 3 લાખ કિલો થઇ હતી. જે સોમવારની સરખામણીએ 2 લાખ કિલો ઓછી છે. આવક ઓછી થવાને કારણે ભાવ અત્યારથી જ રૂ.1800ની સપાટીની નજીક છે. હજુ ભાવ ઊંચકાય તેવી સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે.પામતેલમાં રૂ. 35નો વધારો થતા તેનો ભાવ રૂ.1675 નોંધાયો હતો. જ્યારે સાઈડ તેલમાં સ્થિર વલણ રહ્યું હતું. હાલ મગફળીની આવક શરૂ થતાની સાથે જ ઓઈલમિલમાં પિલાણ શરૂ થઈ ગયું છે. હવે આવક અને પિલાણ ફેબ્રુઆરી સુધી ચાલશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here