વરસાદ ખેંચાતા જૂનાગઢના ભેંસાણમાં ખેતરોની મૌલાત મુર્જાવાના આરે
જૂનાગઢના ભેસાણમાં ઓછા વરસાદના કારણે હવે ખેડૂતોના પાકો મુર્જાવા લાગ્યા છે ત્યારે ખેડૂત હવે આકાશ તરફ મિટ માંડીને બેઠો છે.
ભેસાણ તાલુકામા આ વર્ષે ચોમાસામાં દોઢ માસમાં માત્ર સાડા છ ઈંચ વરસાદ પડતાં તમામ જળાશયો બોર,વાડીકુવા તળાવો ખાલીખમ જોવા મળી રહ્યા છે. ખેડૂતોના વાવણીના વાવેતર કરેલા પાકો હવે મુર્જાવા લાગ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
ભેસાણ માં હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે રોજે રોજ હવે ખેડૂતોની ચિંતામાં વઘારો થતો જાય છે ખેડૂતોના બોરમા પાણી છે તે પણ 24 કલાકમાં અડધાથી એક કલાક ચાલે તેટલુંજ છે જે ખેડૂતોને પાણી નથી તેમનો પાક મુર્જાવા લાગ્યા છે અને ઓછું પાણી છે તે ખેડૂતો ટપક પદ્ધતિથી ફુવારા મારફતે ઉભા પાકોને મોલાતને જીવાડી રહ્યા છે.
Read About Weather here
ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકોને પાવામાટે પાણી જ નથી તો આવનારા સમયમાં વરસાદ ન પડેતો તો બન્ને બાજુથી માર પડી શકે છે જેથી ખેડૂતો કફોડી સ્થિમાં મુકાય એવી સ્થિતિ બની છે.(6.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here