પાકિસ્તાન સ્થિત બહેને PM મોદીને રાખડી મોકલી

પાકિસ્તાન સ્થિત બહેને PM મોદીને રાખડી મોકલી
પાકિસ્તાન સ્થિત બહેને PM મોદીને રાખડી મોકલી
રક્ષાબંધનના તહેવારની 11 ઓગસ્ટના રોજ ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાકિસ્તાન સ્થિત બહેન કમર મોહસિન શેખે પણ રાખડી મોકલી છે. આ સાથે જ તેમણે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે PM મોદીને શુભેચ્છા પાઠવી છે.કમર મોહસિને કહ્યું કે તેમણે સુંદર રેશમી દોરામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રાખડી તૈયાર કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ વખતે PM મોદી તેમને મળવા માટે ચોક્કસ બોલાવશે.

Visit Saurashtra Kranti Homepage here

એક પત્ર લખી તેમણે PM મોદીના સ્વાસ્થ તથા દિર્ઘાયુષ્ય માટે પ્રાર્થના (દુઆ કરી છે) કરી છે.કમર મોહસિને કહ્યું કે આ વખતે મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે PM મોદી ફરી વખત ભારતના વડાપ્રધાન બનશે. તેમનામાં એવી તમામ ક્ષમતા છે કે જે PM પદ માટે તેમને હક્કદાર બનાવે છે. મારી તો દુઆ છે કે તેઓ દરેક વખત ભારતના PM બને.કમર શેખે કહ્યું કે હું વર્ષ 1981માં મારા પરિવાર સાથે પ્રથમ વખત અમદાવાદ આવી હતી.

અહીં મારા લગ્ન મોહસિન સાથે નક્કી થયા હતા અને આ રીતે હું હિન્દુસ્તાની થઈ ગઈ. વર્ષ 1995માં મારી મુલાકાત ગુજરાતના તે સમયના રાજ્યપાલ ડૉ.સ્વરૂપ સિંહ સાથે થઈ હતી. તેઓ મને દીકરી માનતા હતા. જ્યારે હું પાકિસ્તાન જઈ રહી હતી ત્યારે સ્વરૂપસિંહ મને એરપોર્ટ સુધી છોડવા માટે આવ્યા હતા.તેમની સાથે નરેન્દ્ર મોદી પણ હતા. એ સમયે મોદી ભાજપના પ્રદેશ મહામંત્રી હતા.

Read About Weather here

મને વિદાય આપતી વખતે સ્વરૂપ સિંહે મોદીને કહ્યું હતું કે આ મારી દીકરી છે, તેની હંમેશાં કાળજી રાખજે. વર્ષ 1996થી આ ક્રમ યથાવત્ છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યાર બાદ પણ તેમને મળવા માટે મારે કોઈ એપોઈટમેન્ટની જરૂર પડતી ન હતી.આ અંગે મોદીએ કહ્યું હતું કે તેઓ જો તમારી દીકરી છે તો મારા માટે બહેન થઈ. બસ, ત્યારથી હું રક્ષાબંધન નિમિત્તે મોદીજીને રાખડી બાંધવાની શરૂઆત કરી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here