પહેલા ધોરણથી બાળકોને અંગ્રેજીની તાલીમ: ધો.6 થી દ્વિભાષી પાઠ્યપુસ્તકો દ્વારા તાલીમ

પહેલા ધોરણથી બાળકોને અંગ્રેજીની તાલીમ: ધો.6 થી દ્વિભાષી પાઠ્યપુસ્તકો દ્વારા તાલીમ
પહેલા ધોરણથી બાળકોને અંગ્રેજીની તાલીમ: ધો.6 થી દ્વિભાષી પાઠ્યપુસ્તકો દ્વારા તાલીમ

ભારત સરકારે જાહેર કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિનાં મહત્વનાં મુદ્દા

દેશની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક અને ક્રાંતિકારી રૂપ આપવા ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં બહુભાષી તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો છે. જેના થકી માતૃભાષાની સાથે- સાથે બાળકોને શિક્ષણનાં પ્રારંભિક તબક્કાથી બહુભાષીતાનું કૌશલ્ય વિકસાવવાની તક આપવામાં આવશે. ખાસ કરીને વિજ્ઞાન અને ગણિત માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત બહુભાષી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવનાર છે અને એ મુજબ અધ્યયન તથા અધ્યાપન સામગ્રી પણ તૈયાર કરવામાં આવશે. પહેલા ધોરણથી જ બાળકોને અંગ્રેજી ભાષાની તાલીમ શરૂ કરી દેવાશે અને ધો-6 થી ક્રમશ: દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો અમલ પણ શરૂ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સૂચનથી તમામ શાળાઓ હવે એમના સ્થાપના દિવસની જન્મદિન તરીકે ઉજવણી કરશે. રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ તમામ જિલ્લા અને પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પરિપત્ર પાઠવી શાળાઓનાં સ્થાપના દિવસને જન્મદિન તરીકે ઉજવવા તાકીદ કરી છે અને નવી શિક્ષણનીતિ મુજબ અભ્યાસક્રમ, અધ્યાપન પધ્ધતિ તેમજ વિદ્યાર્થીઓનાં વિશ્ર્લેષણ અને શાળા છોડી જતા વિદ્યાર્થીઓનાં સર્વે વગેરે અંગે ખાસ ગાઈડલાઈન્સનો અમલ કરવાની પણ સુચના આપી છે.

ભારત સરકારની નવી શિક્ષણનીતિ 2020 અનુસાર સમગ્ર રાષ્ટ્રમાં હવે નવી નીતિનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ધો.1 થી જ અંગ્રેજીનું શિક્ષણ શરૂ કરી દેવાશે. બાળકો 2 થી 8 વર્ષની ઉંમર વચ્ચે ઝડપથી ભાષાઓ શીખી લે છે એટલે એમને આનંદાયક રીતે આંતરક્રિયાત્મક શૈલીમાં અને પરસ્પર વાતચીતથી અંગ્રેજીની તાલીમ અપાશે. ધો.3 અને પછીનાં ધોરણોમાં અન્ય ભાષામાં વાંચવા- લખવાનું કૌશલ્ય વિકસિત કરાશે એ માટે ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરાશે. ધો.6 થી ક્રમશ: ગણિત અને વિજ્ઞાન માટે દ્વિભાષી પાઠ્યપુસ્તકો તેમજ અધ્યયન- અધ્યાપન સામગ્રી તૈયાર કરવામાં આવશે. જેથી આ વિષયોમાં વિદ્યાર્થીઓ માતૃભાષા અને અંગ્રેજી બંનેમાં વિચારવા અને બોલવા સક્ષમ બની શકે. હાલનાં સમયમાં અંગ્રેજી ભાષાની ઉપયોગીતા વધી રહી છે. આથી બાળકોને અંગ્રેજી વિષયમાં પારંગત બનાવવા સમાજ અને વાલીઓ પણ જોર આપે છે. યોગ્ય રીતે અધ્યયન પૂરું પાડવામાં આવે તો ગુજરાતી માધ્યમમાં પણ ઉતમ અંગ્રેજી શિક્ષણ આપી શકે છે.

નવી નીતિ અનુસાર ધો.1 અને 2 માં શ્રવણ અને કથન કૌશલ્યને આધારે અંગ્રેજી વિષયનો પ્રારંભિક પરિચય અપાશે. ધો.3 થી 5 માં અંગ્રેજી ભાષામાં શ્રવણ, કથન, વાંચન અને લેખન કૌશલ્ય માટે શિક્ષણ અપાશે. ધો.3 થી 5 માં ગણિત અને પર્યાવરણનાં પુસ્તકોમાં મહત્વનાં શબ્દો માટેની અંગ્રેજી પરિભાષા (ટર્મિનોલોજી) નો સમાવેશ કરાશે. ધો.6 થી 8 માં ગણિત અને વિજ્ઞાન વિષયનાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો એટલે કે માતૃભાષા અને અંગ્રેજી બંને ભાષાનાં પાઠ્યપુસ્તકો સામેલ કરાશે. એ વિષય સિવાયનાં તમામ વિષયનાં પાઠ્યપુસ્તક જે તે માધ્યમની ભાષાઓમાં જ યથાવત રહેશે.

સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત પસંદ થયેલી 15 હજાર સરકારી પ્રાથમિક શાળાઓમાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અને દ્વિભાષી અધ્યયન- અધ્યાપન સામગ્રીનો ફરજીયાત અમલ કરવામાં આવશે. જયારે અન્ય સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ સ્વૈચ્છિક ધોરણે અમલ કરાશે. અંગ્રેજી માધ્યમ સિવાયની સ્વનિર્ભર શાળાઓ સ્વૈચ્છિક ધોરણે દ્વિભાષી પુસ્તકો અને અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરી શકશે. જેની જિલ્લા કક્ષાની કચેરીમાં નોંધણી થશે.

Read About Weather here

સ્કૂલ્સ ઓફ એકસેલન્સની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સ્વૈચ્છિક જોડાયેલ સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) અને સ્વનિર્ભર શાળાઓમાં ધો.6 માં દાખલ થનાર વિદ્યાર્થીઓ દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો અસરકારક ઉપયોગ કરી શકે એ માટે અંગ્રેજી ભાષા અને ગણિત- વિજ્ઞાનનાં અંગ્રેજી પારિભાષિક શબ્દોની સમજુતી આપતો એક માસની બ્રિજકોર્ષ 2022-23 નાં શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે તે શાળા કક્ષાએ યોજવાનો રહેશે. ધો.1-2 નાં પરીચ્યાત્મક અંગ્રેજી શિક્ષણ તેમજ ધો.3 થી 5 નાં અંગ્રેજી વિષયનાં નવા પાઠ્યપુસ્તકો તથા ધો.6 થી 12 નાં ગણિત- વિજ્ઞાનનાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અન્વયે તમામ સરકારો અને ગ્રાન્ટેડ શાળાઓનાં શિક્ષકો માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા શિક્ષક તાલીમ વર્ગ યોજવામાં આવશે. સ્વનિર્ભર શાળાઓનાં શિક્ષકો માટે જરૂરિયાત મુજબ તાલીમની વ્યવસ્થા કરાશે. ધો.6 નાં બાળકો માટે બ્રિજકોર્ષ તાલીમ પરિષદ (જીસીઈઆરટી) તૈયાર કરશે અને સમગ્ર શિક્ષા (એસએસએ) દ્વારા શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે. તમામ પાઠ્યપુસ્તકો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here