પરીક્ષાના ડિપ્રેશનમાં રાજકોટમાં ધો-10ની વિદ્યાર્થીનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું

પરીક્ષાના ડિપ્રેશનમાં રાજકોટમાં ધો-10ની વિદ્યાર્થીનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું
પરીક્ષાના ડિપ્રેશનમાં રાજકોટમાં ધો-10ની વિદ્યાર્થીનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું

પરીક્ષામાં નાપાસ થવાના ડરથી આપઘાત કર્યાની આશંકા: મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષાના ટેન્શનને કારણે વિદ્યાર્થીઓ દ્વારા આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ચકચાર મચી ગઈ છે. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસના પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો પ્રમાણે, ધોરણ 10માં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીએ ગુરૂવારના રોજ સાંજે પાંચ વાગ્યે બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે 1:30 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈને જાત જલાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે રાજકોટની કડવીબાઈ વિદ્યાલયમાં પરીક્ષા દેવા માટે તેનો નંબર આવ્યો હતો. મૃતકના પિતા ડ્રાઇવિંગ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here