દર મહિને દંપતીને રૂ. 10 હજારની રકમ મળવાની તક: રોકાણ કરવા માટે પણ અટલ યોજનામાં શ્રેષ્ઠ તક
જો નિવૃત જીવન આર્થિક રીતે સુરક્ષિત કરવું હોય તો અને ક્યાં મૂડી રોકાણ કરવું એ વિચારી રહ્યા હોય તો કેન્દ્રની મોદી સરકાર દ્વારા જાહેર થયેલી અટલ પેન્શન યોજના શ્રેષ્ઠ તક બનીને સામે આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
પરિણીત યુગલને સુરક્ષિત ભવિષ્ય પૂરું પાડતી આ યોજના મુજબ પતિ અને પત્ની બંને અલગ-અલગ એકાઉન્ટ ખોલી શકે છે અને દર મહીને રૂ.10 હજારનું પેન્શન મેળવી શકે છે.
આ યોજના 2015 માં શરૂ થઇ ત્યારે બિનસંગઠિત ક્ષેત્રનાં લોકો પુરતી માર્યાદિત હતી. પણ હવે થોડા ફેરફારો કરાયા છે. એ મુજબ 18 થી 40 વર્ષની વચ્ચેની વયનાં કોઈપણ નાગરિક આ યોજનામાં મૂડી રોકાણ કરી શકે છે
અને પેન્શન યોજનાનો લાભ લઇ શકે છે. રોકાણકારને 60 વર્ષની ઉમરથી પેન્શન મળતું થઇ જશે.અટલ યોજના મુજબ ભારતીય નાગરિક તેના રોકાણ પ્રમાણે રૂ.1 હજાર, રૂ.2 અને 3 હજાર, રૂ.4 હજાર અને મહતમ રૂ.5 હજાર સુધી માસિક પેન્શન મેળવી શકે છે.
એ માટે બેંકનું સેવિંગ એકાઉન્ટ, આધાર નંબર અને મોબાઈલ નંબર હોવા જરૂરી છે. હોદ્દાહર તરીકે 18 વર્ષની વયથી જોડાયેલી વ્યક્તિએ દર મહીને 210 નું રોકાણ કરવાનું રહેશે. 60 માં વર્ષથી તેને પેન્શન મળતું થઇ જશે.
પતિ અને પત્ની આ યોજનામાં જોડાઈ અને રોકાણ શરૂ કરે તો બંનેને સાથે મળીને 60 માં વર્ષે પહોંચે ત્યારે બંને સાથે મળીને રૂ.10 હજારનું પેન્શન દર મહીને મેળવતા થઇ જશે.
જો દંપતીની ઉમર 30 વર્ષથી ઓછી હોય તો એમણે આ ખાતામાં દર મહીને રૂ.577 નું રોકાણ કરવાનું રહેશે. પેન્શન યોજનાનું બીજું મહત્વનું પાસું એ છે કે પતિ કે પત્ની કોઈ એકનું મૃત્યુ થાય
Read About Weather here
તો હયાત સાથીને સાડા 8 લાખ મળશે અને વયનાં 60 માં વર્ષથી પેન્શન પણ શરૂ થઇ જશે. અટલ યોજનામાં રોકાણ કરનારાઓને આવકવેરાની કલમ 80- ઈ મુજબ રૂ. દોઢ લાખનું વેરામાં ફાયદો થશે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here