પત્ની સાથે આટલો પ્રેમ કે જીવ પણ દઈ દીધો…!

પત્ની સાથે આટલો પ્રેમ કે જીવ પણ દઈ દીધો...!
પત્ની સાથે આટલો પ્રેમ કે જીવ પણ દઈ દીધો...!

પત્ની વિયોગમાં ફોજદારનો આપઘાત

શહેરમાં આપઘાતનાં બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. જિંદગી સસ્તી બની ગઈ હોય તેમ પ્રાણ પંખીડા લોકો એક મિનીટમાં ઉડાડી ડે છે. આવો જ એક બનાવ શહેરની વાંકાનેર સોસાયટીમાં ગઈકાલે બન્યો છે.

Subscribe Saurashtra Kranti here

શહેરનાં જામનગર રોડ ઉપર આવેલી વાંકાનેર સોસાયટીમાં રહેતા નિવૃત ફોજદારે ગઈકાલે ઝુલાનાં હુંકમાં દોરડું બાંધી આપઘાત કર્યો. તેણી પાછળ કારણ પાંચ વર્ષ પૂર્વે કેન્સરમાં તેની પત્નીનું મૃત્યુ થયું હતું. તેના વિયોગમાં તેઓ ગુમસુમ રહેતા હતા.

Read About Weather here

નાથાભાઈ લક્ષ્મણભાઈ બાલાસરા (ઉ.વ.૬૦) એ પોતાના ઘરે કોઈ હાજર ન હતું. ત્યારે આવું પગલું ભરી લીધું. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PSI એચ. વી. સોમૈયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક નાથાભાઈ અગાઉ પી.એસ.આઈ તરીકે નોકરી કરતા હતા. હાલ વી.આર.એસ લઈને નિવૃત જીવન જીવી રહ્યા હતા. તેના પત્નીનાં અવસાનથી આઘાત લગતા પત્ની વિયોગમાં તેઓએ આપઘાત કરતા તેના બે દીકરાઓએ માત બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here