હૈદરાબાદમાં 7, બેંગલુરુમાં 4 મળી કુલ 43 ગુના આચર્યા હતા. તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એસજી હાઈવે પર પારસનગરથી લખુડી વસાહત પાસે ચોરીના એક્ટિવા સાથે ઉમેશ ખટિક (ઉં.26)ને ઝડપી લીધો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તાજેતરમાં રીઢા ચેઇન સ્નેચરે પકડ્યો હતો. 26 વર્ષીય ચેઇન સ્નેચરે પૂછપરછમાં કહ્યું હતું કે, તે તેની પત્નીને લક્ઝુરિયસ જીવન આપવા ચેઇન સ્નેચિંગ, વાહન ચોરીનો સહારો લેતો હતો.
Visit Saurashtra Kranti Homepage here
આરોપી ઉમેશ નારોલ પોલીસના જાપ્તામાંથી ફરાર હતો, જેની ગુનામાં ધરપકડ કરાઈ હતી. તેણે પૂછપરછમાં કહ્યું હતું કે, પત્નીને લક્ઝુરિયસ જીવન આપવા ચેઇન સ્નેચિંગને રવાડે ચડ્યો હતો, જેની શરૂઆત તેણે 2016માં વાહનચોરી, ચેઇન સ્નેચિંગથી કરી હતી.ઉમેશ ખટિક સામે સોલા, ગુજ. યુનિવર્સિટી, ચાંદખેડા, વાડજ, ઘાટલોડિયા, આનંદનગર, નારોલ, શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કુલ 21 ગુના છે.
જ્યારે સુરતમાં 11 અને ખેડાના માતર પોલીસ સ્ટેશનમાં એક ગુનો, હૈદરાબાદમાં 7, બેંગલુરુમાં 4 ગુના નોંધાયા છે.ઉમેશ તેની પત્નીને ખરીદી કરાવવા અને પર્યટન સ્થળે ફેરવવા માટે ચોરીના રવાડે ચડ્યા બાદ ચેઇન સ્નેચિંગ માટે અમદાવાદથી બેંગલુરુ વિમાન માર્ગે જતો અને ત્યાં બાઈક ચોરી કરી ચેઇન સ્નેચિંગ કર્યા બાદ ટ્રેન મારફતે અમદાવાદ પરત આવતો હતો.
Read About Weather here
તેણે હૈદરાબાદ, બેંગલુરુ વચ્ચે વિમાન મુસાફરી કરી ચેઇન સ્નેચિંગના ગુના આચર્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. આ દરમિયાન તે અમદાવાદથી બહારગામ જતી કોઈ પણ બસમાં બેસી જતો સવારે જાહેર શૌચાલયમાં ફ્રેશ થઈ ગુનાને અંજામ આપતો અને ત્યાર બાદ પાછો બસમાં બેસી જતો હતો.પીઆઈ એન.આર. બ્રહ્મભટ્ટે જણાવ્યંુ કે, ઉમેશ દોઢ મહિના પહેલાં પોલીસના જાપ્તામાંથી નાસી છૂટ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here