આવો જ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં પત્નીને તેના પતિએ પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપીને પ્રેમીને નગ્ન અવસ્થામાં થાંભલા સાથે બાંધી દીધો છે.
Visit Saurashtra Kranti Homepage here
પતિ તેની પત્ની અને પ્રેમી પર ગાળોનો વરસાદ વરસાવી રહ્યો છે. આજે પણ ગ્રામીણ વિસ્તારમાં પતિ કે પત્નીની બેવફાઈ પરિવારો સહન કરી શકતા નથી.
તેમને તાત્કાલિક દંડ આપવા માટે ઝાડ અથવા થાંભલા સાથે બાંધીને સમગ્ર ગામ સમક્ષ તેમનાં કરતૂત જાહેરમાં કરવામાં આવે એવા કુરિવાજ હજુય જોવા મળે છે.
પતિ રોજગારી અર્થે બહાર ગયા બાદ પત્ની પ્રેમીને ઘરે બોલાવીને અંગત પળો માણતી હતી, જેની જાણ પતિને થતાં સમગ્ર ઘટનાને લઈને એક દિવસ વોચ રાખ્યા બાદ બંનેને કઢંગી હાલતમાં ઝડપી પાડયાં હતાં.
ત્યાર બાદ પ્રેમીને નગ્ન અવસ્થામાં થાંભલા સાથે બાંધી દીધો છે. પતિ તેની પત્ની અને પ્રેમી પર ગાળોનો વરસાદ વરસાવી રહ્યો છે એવું વીડિયોમાં જોઇ શકાય છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ થઇ નથી, જ્યારે આ વીડિયો એક અઠવાડિયો જૂનો હોવાની માહિતી મળી છે.
વીડિયોમાં પતિએ પત્નીને એક તરફ ઊભી રાખી છે અને તેની સામે નગ્ન અવસ્થામાં તેના પ્રેમીને બાંધીને ગાળોનો વરસાદ વરસાવે છે.
Read About Weather here
આ સમગ્ર બનાવમાં ગામના વડીલોએ મધ્યસ્થી કરીને મામલાને દબાવવા માટેનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા રહેલી છે. પતિ પત્નીને અત્યંત નિમ્ન શબ્દોમાં ગાળો ભાંડી રહ્યો છે અને સાથે જ પ્રેમી વિરુદ્ધ પણ ગાળોનો વરસાદ વરસાવી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here