પત્નીના ત્રાસથી કંટાળી પતિએ ભર્યું એવું પગલું કે…!

206

ગળાફાંસો ખાઈ લટકતા પુત્રને પરિવારજનોએ બચાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો: પત્ની સામે ગુનો નોંધવા તજવીજ

Subscribe Saurashtra Kranti here

શહેરમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસાનો વિચિત્ર કિસ્સો નોંધાયો છે. જેમાં જંગલેશ્વરનાં યુવાને પત્નીના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવાનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

Read About Weather here

પ્રાપ્ત વિગતો મુજબ જંગલેશ્વરમાં શેરીનં. ૦૨ માં રહેતા મજુરીકામ કરતા ઇમરાન મહેબુબભાઈ કથગરા (ઉ.વ.૩૦) એ આજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ અંગેની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટેશનનાં એ.એસ.આઈ ભરતસિંહ સોલંકી, પ્રવિણભાઈ દોડી જઈ નિવેદન નોંધ્યું હતું. મજુરીકામ કરતા ઇમરાન કથગરાને તેની પત્નિ રુકશાનાબેન માનસિક ત્રાસ આપતા હોવાથી કંટાળીને પગલું ભર્યાનું જણાવતા પોલીસે પત્નિ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleવાવાઝોડામાં આ બેનરો નહીં હટાવવાનું ડોઢ ડહાપણ કોણે કર્યું ?
Next articleજુગારધામ પર પોલીસ ત્રાટકી, મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી