પત્નીએ પતિને બેટથી ફટકાર્યો

પત્નીએ પતિને બેટથી ફટકાર્યો
પત્નીએ પતિને બેટથી ફટકાર્યો
ક્રિકેટ બેટથી પત્નીએ પતિના માથા અને ખભા પર મારતી રહી. મહિલાનો આરોપ છે કે પતિ શરાબ પીવે છે અને તેની સાથે રોજ મારપીટ કરે છે. રાજસ્થાનના બિકાનેરમાં પત્નીએ પતિને એટલી ક્રુરતાથી માર માર્યો કે તેના માથામાં 17 ટાંકા આવ્યા. આ વાતે ગુસ્સે થઈને પતિને ફટકાર્યો છે. આ મામલે બંનેએ એકબીજા વિરૂદ્ધ FIR પણ નોંધાવી છે.ઘટના બિકાનેર શહેર નજીક આવેલા રિડમલસર ગામનો છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીં મંગળવાર રાત્રે 11 વાગ્યે પતિ-પત્ની અમીન (35) અને અનીશા (30) જોરજોરથી બૂમો પાડી રહ્યાં હતા, જે અવાજ સાંભળીને પાડોશી તેમના ઘરે દોડી આવ્યા. ત્યાંના દ્રશ્યો જોઈને તેમના હોશ ઊડી ગયા. અનીશા પોતાના પતિને ધનાધન ક્રિકેટ બેટથી ફટકારી રહી હતી અને અમીન ચીસો પાડી રહ્યો હતો.પોલીસનું કહેવું છે કે અમીનના પરિવારે કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે અનીશા પોતાના પતિના ખભા અને માથા તેમજ પગ પર બેટ વડે મારતી રહી.

Read About Weather here

જેના કારણે અમીનનું માથું ફાટી ગયું અને ફર્શ લોહી લોહી થઈ ગઈ.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમીન જ્યારે સૂઈ રહ્યો હતો ત્યારે અનીશાએ તેના પર હુમલો કર્યો. પાડોશીઓએ અનીશાને પકડી અને જેમતેમ કરીને અમીનને બચાવીને હોસ્પિટલ લઈ ગયા. આ ઘટનામાં અમીન ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને બીકાનેરની PBM હોસ્પિટલ લઈ જવાયો.પત્નીનો આરોપ છે કે પતિ દરરોજ શરાબના નશામાં તેની સાથે મારપીટ કરતો હતો. પત્નીએ પણ પતિ વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મહાવીર બિશ્નોઈએ જણાવ્યું કેહાલ કોઈની ધરપકડ કરાઈ નથી. તપાસ પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.વીડિયોમાં પણ વચ્ચે પડેલા લોકોને પત્ની વારંવાર કહેતી હતી કે તેને મને ત્રણ વખત મારી ત્યારે તો કોઈ બચાવવા આવ્યું ન હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here