પતિની ક્રૂરતા…!

સરોગેટ બીજી વાર મધર બનશે તો 10 વર્ષની સજા...!
પતિની ક્રૂરતા...!
આમ, બેરોજગાર પતિની અવારનવાર મારઝૂડથી કંટાળી પરિણીતાએ આખરે પોલીસ સ્ટેશનનાં દ્વાર ખટખટાવ્યાં છે. શિક્ષિત નગરી વિદ્યાનગરમાં દાંપત્ય જીવનમાં પરિણીતા સાથે બનેલી વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સગર્ભા મહિલાના પેટ સામે જોઈને શંકાશીલ પતિએ નાળિયેર ફોડી નાખું,

Visit Saurashtra Kranti Homepage here

એમ કહીને ધમકી આપી અવારનવાર ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે વાત કરતાં પીડિત મહિલા લક્ષ્મીબેન શુક્લા (રહે. રામવાટીકા એપાર્ટમેન્ટ, મોહિની કોર્નર, વિદ્યાનગર)એ જણાવ્યું હતું કે તે મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરની છે.

તેના લગ્ન વર્ષ 2003માં જેહુલ કિરીટ શુક્લા સાથે થયા હતા. તેની સાસરી મહેસાણા થાય છે, પરંતુ નોકરીના કામ અર્થે તેઓ વર્ષ 2007થી આણંદ સ્થિત વિદ્યાનગરમાં રહેવા માટે આવ્યાં હતાં.આણંદ આવ્યા એ પછી પતિ દ્વારા આપવામાં આવતા ત્રાસ બાબતે વાત કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એ સમયે તેણી પ્રેગ્નન્ટ હતી. અને ત્યારે જેહુલ ઉશ્કેરાઈને તેણીના પેટ સામે જોઈને નાળિયેર ફોડી નાખું એમ કહેતો હતો.

સગર્ભા હોવા છતાં પણ તે અવારનવાર તેના પર શારીરિક-માનસિક ટોર્ચર કરતો હતો, જેને પગલે તેણે અમદાવાદ ખાતે રહેતી તેની બહેનના ઘરે પણ જતી રહેતી હતી. જોકે પુન: તે સમાધાન કરીને તેને પરત લાવતો હતો અને ત્રાસ ગુજારતો હતો.ગત 30મી જાન્યુઆરીના રોજ પરિણીતા લક્ષ્મી અને તેની 13 વર્ષીય પુત્રી ઘરમાં હાજર હતાં ત્યારે ઉશ્કેરાયેલા શખસે પરિણીતાને માર માર્યો હતો અને ઘરમાંથી ધારિયું લાવ્યો હતો.

તે ધારિયાથી કાપી નાખીશ એવી તેણે ધમકી ઉચ્ચારી હતી, જેને પગલે પરિણીતા ભયભીત થઈ ગઈ હતી અને તેણી પુત્રીને લઈ ઘરમાંથી નીકળી ગઈ હતી. એ પછી તેણે જાગૃત મહિલા સંગઠનમાં આશરો લીધો હતો. વર્ષ 2007થી લઈને છેક અત્યાર સુધી અવાર-નવાર તેના પર શંકા રાખી ત્રાસ ગુજારતા કંટાળેલી પરિણીતાએ આખરે આ મામલે આણંદ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. દરમિયાન, તે પોતે તેને લેવા અમદાવાદ ગયો હતો

અને તેને લઈને સીધો વિદ્યાનગર સ્થિત તેના ઘરે લાવવાને બદલે હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે ઘરમાં સાફ-સફાઈ કરવાની બાકી છે તેમ કહ્યું હતું. દરમિયાન, એ પછી બીજા દિવસે સવારે ચ્હા લેવાના બહાને તે હોટલમાંથી નીકળ્યો હતો અને ત્યાં તેણી તેની પત્નીએ જ પુત્રીનું અપહરણ કર્યું હોવાની ખોટી માહિતી પોલીસને આપી હતી.

Read About Weather here

જિલ્લા પોલીસ વડાએ વિદ્યાનગર પોલીસને આદેશ કરતાં પોલીસે શખસ જેહુલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે.પતિના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળેલી પરિણીતા આખરે તેના બહેનના ઘરે અમદાવાદ જતી રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here