પતિએ 1 લાખમાં પત્નીને વેચી નાખી…!

પતિએ 1 લાખમાં પત્નીને વેચી નાખી...!
પતિએ 1 લાખમાં પત્નીને વેચી નાખી...!

લગ્નના ૨ મહિના બાદ ઓગષ્ટમાં યુવકે આર્થિક સમસ્યાઓનો હવાલો આપીને પત્નીને રાયપુર જવા માટે અને સાથે ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા માટે કહ્યું હતું પરંતુ રાયપુરના બદલે રાજસ્થાનના એક ગામ લઈ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જોકે નવી નોકરીના થોડા દિવસો બાદ યુવકે પોતાની પત્નીને બારાં જિલ્લાના એક ૫૫ વર્ષીય વ્યકિતને ૧ લાખ ૮૦ હજાર રૂપિયામાં વેચી દીધી હતી.

જસ્થાનમાં લગ્નના બે મહિના પછી પોતાની પત્નીને ૧ લાખ ૮૦ હજાર રૂપિયામાં ૫૫ વર્ષીય વ્યકિતને વેચવાના આરોપમાં ૧૭ વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી કિશોર ઓરિસ્સાના બોલાગીર જિલ્લાનો રહેવાસી છે. બેલપાડા થાણા પ્રભારી બુલુ મુંડાએ જણાવ્યું કે, સગીર સોશિયલ મીડિયા દ્વારા એક ૨૪ વર્ષીય યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને બંનેને પ્રેમ થઈ જતાં તેમના પરિવારજનો પરંપરાગત રીતે લગ્ન કરાવી આપવા માટે રાજી થયા હતા.

પત્નીને વેચીને આવેલા પૈસાથી તેણે મોંદ્યો સ્માર્ટફોન ખરીદ્યો અને ખાવા પાછળ પણ ખૂબ જ ખર્ચો કર્યો હતો. બાદમાં ઓરિસ્સા જઈને યુવતી કોઈના સાથે ભાગી ગઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે યુવતીના પરિવારજનો યુવકની આ વાતથી સહમત થયા ન હતા અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને કોલ રેકોર્ડની તપાસ દરમિયાન કશુંક ગરબડ લાગી હતી અને પુછપરછ દરમિયાન સગીરે પોતે પોતાની પત્નીને વેચી દીધી હોવાનું કબૂલ્યું હતું.

જોકે આખરે પોલીસ યુવતીને બચાવવામાં સફળ રહી હતી અને પુછપરછમાં તેણે ઓરિસ્સામાં પોતાના માતા-પિતા પાસે પાછા જવાની ઈચ્છા વ્યકત કરી હતી. આ તરફ સગીરે કરેલા દાવા પ્રમાણે તેણે પોતાની પત્નીને વેચી ન હતી પરંતુ ૬૦ હજાર રૂપિયામાં ગિરવે મુકી હતી

કારણ કે તેને હૃદયની બીમારી છે અને સર્જરી કરાવવાની જરૂર છે. શુક્રવારે સગીરને કોર્ટમાં રજૂ કર્યા બાદ સુધાર ગૃહ મોકલી દેવામાં આવ્યો હતો.

યુવતીને શોધવા માટે પોલીસની એક ટીમ બોલાંગીરથી રાજસ્થાન ગઈ હતી. બારા ગામ ખાતે ગ્રામીણોએ પોલીસનો રસ્તો જામ કરી દીધો હતો અને તેઓ યુવતીને પોલીસ સાથે જવા દેવાના મૂડમાં નહોતા.

Read About Weather here

૫૫ વર્ષીય વ્યકિતએ પોતે તે યુવતી ખરીદી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here