પતિએ ઘરમાં આગ લગાડી, 10 પાડોશીનાં ઘર પણ સળગી ગયાં…!

પતિએ ઘરમાં આગ લગાડી, 10 પાડોશીનાં ઘર પણ સળગી ગયાં...!
પતિએ ઘરમાં આગ લગાડી, 10 પાડોશીનાં ઘર પણ સળગી ગયાં...!
આગમાં આ તમામ ઘર લગભગ સંપૂર્ણપણે ખાક થઈ ગયાં છે. પોલીસના જણાવ્યા મુજબ, આ આગથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. રાહતની વાત એ છે કે લોકો યોગ્ય સમયે ઘરમાંથી બહાર નીકળી જતાં આ ઘરોમાં રહેતા લોકો સુરક્ષિત છે.

Visit Saurashtra Kranti Homepage here

મહારાષ્ટ્રના સતારાના પાટણથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પત્ની સાથેના ઝઘડા બાદ એક શખસે પોતાના ઘરમાં આગ લગાડી દીધી. ગુસ્સાની આ આગે પાડોશમાં આવેલાં 10 ઘર સુધી ફેલાઈ અને આ તમામ ઘરોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા.

પોલીસે જણાવ્યું હતું કે મઝગાંવનો રહેવાસી સંજય પાટીલનો સોમવારે બપોરે પોતાની પત્ની પલ્લવીની સાથે ઝઘડો થયો હતો. મામલો એટલો વધી ગયો કે બંને વચ્ચે મારપીટ થઈ ગઈ. એ બાદ સંજય એટલો ગુસ્સે ભરાયો કે તેને પેટ્રોલ છાંટીને પોતાના જ ઘરને આગ લગાડી દીધી.

પેટ્રોલ છાંટેલી આગ એટલી ઝડપથી પ્રસરી કે આજુબાજુનાં 10 ઘરને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા. સૌથી વધુ નુકસાન આરોપી સંજયના ઘરથી નજીક આવેલાં 4 ઘરને થયું.

પોલીસ તરફથી મળતી માહિતી મુજબ આ ઘરમાં રહેલા ગેસ-સિલિન્ડરના કારણે આગે રૌદ્ર રૂપ લીધું હતું. ઘટના પછી પાડોશીઓએ આરોપીને પક્ડયો અને ઢોરમાર માર્યો હતો.

એ બાદ ઢસડીને તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. પાટણ તાલુકના મઝગાંવમાં થયેલી આ ઘટના પછી પોલીસે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી છે.

Read About Weather here

પોલીસના જણાવ્યા મુજબ, આ અગ્નિકાંડમાં સંપત્તિનું તો મોટું નુકસાન થયું છે, પરંતુ યોગ્ય સમયે લોકો ઘરની બહાર નીકળી ગયા, તેથી મોટી જાનહાનિ પણ થઈ ન હતી. હાલ આરોપી પતિ જેલના સળિયા પાછળ છે. પત્નીએ પણ તેની વિરુદ્ધ મારામારીની ફરિયાદ દાખલ કરાવી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here