પડધરી પાસેના આજી-3 ડેમના રેત માફીયાઓમાં ફફડાટ: કાર્યવાહીનો અધિક કલેક્ટરનો આદેશ

પડધરી પાસેના આજી-3 ડેમના રેત માફીયાઓમાં ફફડાટ: કાર્યવાહીનો અધિક કલેક્ટરનો આદેશ
પડધરી પાસેના આજી-3 ડેમના રેત માફીયાઓમાં ફફડાટ: કાર્યવાહીનો અધિક કલેક્ટરનો આદેશ

વર્ષે દહાડે 300 કરોડથી વધુની રેતીની ચોરી તંત્રની મિલી ભગત વિના અસંભવ?

પડધરી તાબેનાં આજી-3 ડેમ વર્ષે દહાડે 300 કરોડથી વધુ કિંમતની રેતીનો મામલો હવે વધુ ગરમી પકડી રહ્યો છે.સ્થાનિક ભ્રષ્ટ તંત્રની મિલી ભગત અને જિલ્લા ખાણ અને ખનીજ ખાતાનાં જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ આ ખનીજ સંપતિની સરેઆમ ચોરી થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લાનાં કડક અને ફરજ નિષ્ઠ અધિક જિલ્લા કલેકટરનાં ધ્યાન ઉપર સમગ્ર મામલો આપતા તેમણે આ મામલે કડક પગલા લેવાના આદેશો આપતા સમગ્ર તંત્ર દોડતું થઇ ગયું છે.

રાજકોટ જિલ્લા ખાણખનીજ ખાતાનાં વડા ભુસ્તર શાસ્ત્રીની જવાબદારી સંભાળતા જગદીશ રાઠોડનો સંપર્ક કરતા તેઓનો નંબર રાબેતામુજબનો રીપ્લાય આવ્યો હતો.

પડધરી તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ આર.જે. ગોહિલઅ આજી-3 માં થતી રેતી ચોરી અંગે પૂછતાં તેઓ સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું હતું અને તાજેતરનાં દિવસોમાં રેતી ચોરીની કોઈ ગાડી પકડાઈ નથી.

તેવું અધિકારીક રીતે જાણવા મળ્યું છે. વધુ માહિતી માટે પડધરી મામલતદારનો સંપર્ક કરતા તેઓને મોબાઇલ નંબર ‘નો રીપ્લાય’ આવતો હતો.રાજકોટ જીલ્લા અધિક કલેકટર ઠક્કરનો સંપર્ક કરતા તેઓ સમગ્ર ઘટના બાબતે જીલ્લા ભુસ્તર શાસ્ત્રીને કડક કાર્યવાહી કરવા જરૂરી સૂચનો આપશે તેવું જણાવ્યું હતું.

પડધરીથી માંડ 7-8 કિ.મી.ના અંતરે આવેલા આજી-5 ડેમમાં 8 થી 10 કરોડની આધુનિક મશીનરી દ્વારા વર્ષ દહાડે આશરે 300 કરોડથી વધુ કિંમતની રેતીની ચોરી થતી હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

Read About Weather here

આજી-3 ડેમમાંથી રોજની આશરે 115 થી વધુ ડમ્પરો ભરીને રેતીની ચોરી કરવામાં આવે છે. રોજના આટલી મોટી સંખ્યામાં ડમ્પરોની અવર-જવર ખાણ-ખનીજ વિભાગ પોલીસ કે મામલતદાર તંત્રને નજરે ચડે નહીં તે નવાઇ જનક બાબત હોવાનું જનતામાં ચર્ચાઇ છે.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here