પડધરીમાં રાત્રી કરફ્યુમાં બાળકો રમવા મુદ્દે દંપતી પર ત્રણ શખ્સોનો હુમલો

ભાજપનાં બે જૂથમાંથી કયું જૂથ મેદાન મારી જશે?
ભાજપનાં બે જૂથમાંથી કયું જૂથ મેદાન મારી જશે?

બે બાળકોને મારથી છોડાવવા જતા દંપતીને પણ પાડોશી ત્રણ ભરવાડ શખ્સોએ મારમાર્યો

પડધરીમાં રાત્રી કરફ્યૂ વચ્ચે બાળકોના રમવા મુદ્દે મુસ્લિમ પરિવાર સાથે પાડોશી ભરવાડ પરિવારે હુમલો કરી મારમારતા દંપતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીની મેમણ શેરીમાં રાત્રિના સમયે ક્રિકેટ રમતા સબાઝ મેમણ ( ઉ.વ ૧૧) ને તેના પાડોશી ત્રણ ભરવાડ શખ્સોએ ઝગડો કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. નાના ભાઈને છોડાવવા ગયેલા જાબિર દાપણાને પણ ત્રણેય શખ્સોએ મારમારતા તેને બચાવવા માટે દંપતી દોડી ગયું હતું.નશાખોર ભરત ભરવાડ, તેના ભાઈ વિભો, કમલેશેએ બે બાળકો બાદ તેના પિતા નાસિરખાંન બહાદુરખાન દાપણા, તેની પત્ની નૂરજહાં દાપણાને ઢીંકા પાટુનો મારમારતા અને હાથમાં ફેક્ચર કરી નાખતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે પડધરી પોલીસે દોડી જઈ બ્લોચ પરિવારની ફરિયાદ પરથી ત્રણ ભરવાડ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.